- મહેસાણાઃ ઉત્તર ગુજરાતના પાંચ અને અમદાવાદ, ગાંધીનગર સહિત 7 જિલ્લાના ધોરણ 10ના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓના શિક્ષણબોર્ડ દ્વારા નિયત કરાયેલા કડીના ગણેશપુરા પાલા કેન્દ્રમાં ઉત્તરવહીના પેકિંગ સહિતની કામગીરી વિદ્યાર્થીઓ પાસે કરાવાતી હોવાનું બહાર આવતાં શિક્ષણ વિભાગના આદેશથી મંડળ દ્વારા પાલા કેન્દ્રના નિયામકને પરીક્ષા કામગીરીમાંથી ફરજ મોકૂફ કરી દેવાયા છે.
- સાત જિલ્લાના ધો.10ની પરીક્ષાનું પાલા કેન્દ્ર કડીના ગણેશપુરા ગામના જે.એચ.પટેલ વિદ્યાતીર્થ સંકુલમાં ફાળવાયું છે. ત્યારે અહીં વિદ્યાર્થીઓ પાસે ઉત્તરવહીના પેકિંગ સહિતની કામગીરી કરાવાતી હોવાનું બહાર આવતાં શિક્ષણ બોર્ડના આદેશને પગલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ગણેશપુરા પાલા કેન્દ્રની કામગીરી સંભાળતા નિયામકને તાત્કાલીક અસરથી પરીક્ષા કામગીરીમાંથી મુક્ત કરી ફરજ મોકૂફ કરવા મંડળને જણાવાયું હતું.
- જેને પગલે ગણેશપુરા કેળવણી ઉત્તેજક મંડળ દ્વારા હાલ શાળામાં ક્લાર્કની જવાબદારી સંભાળતા અને પાલા કેન્દ્રના નિયામક કનુભાઇ પટેલને પરીક્ષા કામગીરીમાંથી ફરજ મોકૂફ કરી દેવાયા છે. તેમની જગ્યાએ શિક્ષણ બોર્ડના એક અધિકારીને પાલા કેન્દ્રની જવાબદારી સોંપાઇ હોવાનું શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News