પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલની અનુમતિ થી જિલ્લા પ્રમુખ ડૉ દશરથજી ઠાકોર અને જિલ્લા પ્રભારી શ્રીમતી નૌકાબેન પ્રજાપતિ દ્વારા ગોવિંદભાઈ પટેલ સાથે ચર્ચા વિમર્શ કરી જિલ્લા મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી સુષ્મા બેન રાવલ દ્વારા પાટણ જિલ્લા મહિલા મોરચામાં રાજકોટના વતની અને શંખેશ્વર ખાતે સંસ્કૃત પ્રોફેસર અને સમગ્ર બ્રાહ્મણ સમાજનું ગૌરવ અને મહિલા અગ્રણી એવા નારી રત્ન ડૉ કુંજલ ત્રિવેદી ને મહિલા મોરચો પાટણ જિલ્લામાં મંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

ડૉ કુંજલ ત્રિવેદી ને મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર ના સામાજિક કાર્યકર અને ભારતીય જનતા પાર્ટી ના સક્રિય કાર્યકર, ઉમિયા ગૌ શાળા એવંમ ગુરુકુળ સંસ્થાન ગાંધીનગર ના પ્રમુખ ડૉ ગુલાબચંદ પટેલ અને કાર્યકર્તાઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. સાથે સાથે ભારત માતા સંસ્થા તથા નેચર ફર્સ્ટ જેવી સામાજિક સંસ્થા દ્વારા પણ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. બહેન શ્રી જે સામાજિક સંસ્થા માં નિઃ સ્વાર્થ સેવા આપી રહ્યા છે તે તમામ સંસ્થાના પદાધિકારીઓ અને કાર્યકર્તા ટીમમાં ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે હર્ષની લાગણી પ્રસરી રહી છે.

તાજેતર માં ડૉ કુંજલ ત્રિવેદી ને વડોદરા ખાતે બેસ્ટ પ્રોફૅસર અચીવમેંટ અવોર્ડ ૨૦૨૧ એનાયત થયેલ છે.. કૈલાશ માનસરોવર મુક્તિ આંદોલન સમિતિના મહિલા અધ્યક્ષા ડો. કુંજલબહેન ત્રિવેદી પ્રખર રાષ્ટ્ર ભક્ત કવિયિત્રી પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024