જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ કોરોના સંક્રમણથી પ્રભાવિત રાધનપુર તાલુકાના મોટી પીંપળી અને નાની પીંપળી ગામની મુલાકાત લીધી.

પોસ્ટ કેવી લાગી?

ગામના સરપંચશ્રી અને આગેવાનો સાથે બેઠક યોજી ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનના પાલન અને શંકાસ્પદ દર્દીઓની ત્વરિત પ્રાથમિક સારવાર માટે અપીલ કરી

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મોટી પીંપળી અને નાની પીંપળી ગામની જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીએ રૂબરૂ મુલાકાત લીધી હતી. કોરોના વાયરસના સંક્રમણથી વધુ પ્રભાવિત એવા આ ગામોના આગેવાનો સાથે બેઠક યોજી કલેક્ટરશ્રીએ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન સહિતની બાબતો અંગે ચર્ચા કરી હતી.

જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીએ જણાવ્યું હતું કે, ગામમાં જો કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવું હશે તો દસ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન અતિઆવશ્યક છે. આગેવાનો દ્વારા લોકોને અપીલ કરવામાં આવે કે ગ્રામજનો ખૂબ જ અગત્યના કામ વગર ઘરની બહાર ન નીકળે અને માસ્કનો ફરજીયાત ઉપયોગ કરે તો આપણે ગામને અવશ્ય કોરોના મુક્ત કરી શકીશું.

વધુમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, જેને પણ શરદી, તાવ કે કળતર જેવા હળવા લક્ષણો જણાય તેમણે પહેલા જ દિવસથી આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક સારવાર માટે આપવામાં આવતી દવાઓનો ઉપયોગ શરૂ કરી દેવો જોઈએ અને સેલ્ફ આઈસોલેશનનું પાલન કરવું જોઈએ. જેનાથી શરૂઆતથી જ તેના પર કાબુ મેળવી શકાય અને દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત ઉભી ન થાય.

કોરોના વાયરસથી સંક્રમિત થયા હોય અને નાના ઘર કે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તેવા ગ્રામજનો ઘરના સભ્યોને સંક્રમિત ન કરે તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર શરૂ કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં દાખલ થાય તે માટે પણ જિલ્લા કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો હતો. સાથે જ ગ્રામ્ય કક્ષાએ કાર્યરત આરોગ્યકર્મી અને અન્ય કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.

આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા વહિવટી તંત્રના સંકલનમાં સઘન સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. જે દરમ્યાન હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને દવાની કીટ પણ આપવામાં આવી રહી છે. આ સર્વેલન્સ દરમ્યાન વધુ સંક્રમણ ધરાવતા ગામોમાં લોકજાગૃતિ કેળવાય તથા સંક્રમણ અટકાવવા સઘન પ્રયત્નો થાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીએ સરપંચશ્રીઓ અને સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી વહિવટી તંત્રને સહકાર આપવા ઉપરાંત સ્વયંશિસ્તના પાલન થકી ગામને કોરોનામુક્ત કરવા માર્ગદર્શન અને પ્રેરણા આપી હતી.

જિલ્લા કલેક્ટરશ્રીની આ મુલાકાત દરમ્યાન પ્રાંત અધિકારીશ્રી ડી.એસ.ટાંક, મામલતદારશ્રી એમ.વી.મકવાણા, તાલુકા વિકાસ અધિકારીશ્રી કે.એસ.ભાટીયા, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.કેતન ઠક્કર તથા પોલીસ ઇંસ્પેક્ટરશ્રી આર.કે.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures