કલેકટરએ કોરડા અને ઝંડાલાના ગ્રામજનોને રસી અંગેની ગેરસમજો દૂર કરી રસીકરણ કરાવવા આહવાન કર્યું

કોરોના મહામારી સામે લડવા માટે કોરોના પ્રતિકારક રસીની ભૂમિકા મહત્વની છે. સ્વાસ્થ્ય સંબંધી બાબતોના નિષ્ણાંતો પણ એ બાબત પર ભાર મૂકે છે કે વધુમાં વધુ લોકોએ ઝડપથી રસીકરણ કરાવી લેવું જોઈએ. જેથી, વધતા કોરોના સંક્રમણને અટકાવી શકાય. પાટણ જિલ્લામાં સરકારની માર્ગદર્શિકા પ્રમાણે કોરોના પ્રતિરોધક રસી આપવાનું કામ ચાલી રહ્યું છે.

જે ગામોમાં રસીકરણ ઓછું થયું છે ત્યાં વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગામની મુલાકાત લઈ રસીકરણ માટે જાગૃતિ વધે એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

જિલ્લા કલેકટર સુપ્રીત સિંઘ ગુલાટીએ કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત સાંતલપુર તાલુકાના કોરડા અને ઝંડાલા ગામની મુલાકાત લઈ ગામલોકો સાથે બેઠક યોજી હતી. કલેકટરએ ગ્રામલોકોને કોરોનાની રસી સંપૂર્ણ સુરક્ષિત છે તથા કોઈપણ પ્રકારની ગેરમાન્યતાથી દોરાઈને ડર રાખવાની જરૂર નથી એમ જણાવ્યું હતું.

એમણે ઉમેર્યું હતું કે મારા સહિત મોટાભાગના અધિકારીઓએ આ રસી લીધી છે. ડૉકટર્સ અને સ્વાસ્થ્યકર્મીઓએ પણ કોરોનાની રસી લઈને પોતાને સુરક્ષા પ્રદાન કરી છે. જેથી, મનમાં ભય રાખ્યા વગર રસી અવશ્ય લેવી જોઈએ. જેનાથી કોરોના સામે સુરક્ષા મળશે.

સાંતલપુર તાલુકાના જે ગામોમાં ઓછું રસીકરણ થયું છે તે ગામોમાં જાગૃતિ માટે લોકોને પ્રાંત અધિકારી ડી.બી.ટાંકના માર્ગદર્શનમાં ટીમ બનાવીને સમજાવવામાં આવી રહ્યા છે. આવા ગામોમાં સરકારી અધિકારી અને ગામના આગેવાનો દ્વારા ડોર ટુ ડોર સંપર્ક કરીને રસીકરણ માટે જાગૃતિ વધે અને મહત્તમ નગરિકોનું રસીકરણ થાય એવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024