હાલના સંજોગોમાં ગ્રામ્ય કક્ષાએ કોરોના સંક્રમણને અટકાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પગલા લેવાઈ રહ્યા છે ત્યારે જિલ્લા કક્ષાએ ગ્રામ્ય અર્થતંત્ર પણ ગતિમાન થાય અને જરૂરિયાતમંદ શ્રમયોગીઓને કામગીરી મળે તથા ગ્રામ્ય કક્ષાએ આગામી સમયમાં પીવાના પાણીની સુવિધાઓ ઉનાળાની ઋતુ ને ધ્યાનમાં રાખી સુચારુ રીતે ઉપલબ્ધ થાય તે હેતુથી આજરોજ વિડીયો રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી કોન્ફરન્સ દ્વારા જિલ્લાના ૨૫૬ જેટલા તલાટીશ્રીઓને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે પારેખે માર્ગદર્શન આપ્યુ હતું.
હાલના સંજોગોમાં હીટવેવની શક્યતા ધ્યાને લઇ ગામમાં રાખવાની થતી કાળજી બાબતમાં તલાટીશ્રીઓને સૂચન કર્યાં હતા. તેમજ મૃત્યુના સંજોગોમાં નોંધણી થાય અને તેના કારણો માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને જાણ કરવા તલાટીશ્રીઓને સુચના આપી હતી. વધુમાં મનરેગા યોજના નાણાપંચ આયોજન સહિતના અગત્યના રોજગારલક્ષી કામો શરૂ કરવા તલાટીઓને સૂચન કર્યું હતું. આ તબક્કે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મુકેશભાઈ પરમારે હાજર રહી નરેગા યોજનામાં ચાલતા કામોમાં છાયડાની વ્યવસ્થા, સોશિયલ ડીસ્ટન્સ
જાળવવું, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો, માસ્ક ફરજિયાત પહેરવા વગેરે બાબતો પર પ્રકાશ પાડ્યો હતો. આ તબક્કે ગામોમાં પીવાના પાણીની વ્યવસ્થા સઘન કરવા તલાટીશ્રીઓએ સૂચનો કર્યા હતા. જે અન્વયે પાણી પુરવઠા વિભાગને જાણ કરી અને ઉકેલ લાવવા જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું. આ તબક્કે ઇ.ચા.નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષભાઈ પટેલે ઇ-ગ્રામ સેન્ટર ચાલુ કરવા અને તેમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવાના પગલાં લેવા
તલાટીશ્રીઓને અપીલ કરી હતી. વધુમાં આરોગ્ય સેતુ એપ્લિકેશન ગામના લોકો મહત્તમ સંખ્યામાં ડાઉનલોડ કરે તે માટે માર્ગદર્શન આપ્યું હતું અને કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News