Dixita Modi Patan Case

પાટણ શહેરમાં ચર્ચિત એવા દિક્ષિતા મોદી (Dixita Modi) આત્મહત્યા કેસમાં સંડોવાયેલા મહેશ ઠક્કરે મંગળવારની સાંજે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે સામેથી હાજર થતા પોલીસે તેની અટકાયત કરી બુધવારના રોજ મહેશ ઠક્કરને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ પર મેળવવાની માંગણી કરી હતી. ત્યારે કોર્ટ દ્વારા તારીખ 25મી ફેબ્રુઆરીની સાંજના પાંચ વાગ્યા સુધીના એટલે કે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરતા પાટણ એ ડિવિઝન પોલીસે દિક્ષિતા મોદી આત્મહત્યા કેસના મામલે રિમાન્ડ દરમિયાન જીણવટભરી પૂછપરછ હાથ ધરશે.

શું છે દિક્ષિતા મોદી આત્મહત્યા કેસ

પાટણમાં બે બાળકની માતા સાથે એક શખ્સે પ્રેમ સંબંધ બાંધી 67 તોલા સોનું સાડા ચાર કિલો ચાંદીના દાગીના એક મહિના માટે વાયદે લઈ પરત ન આપી મહિલાના બીભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી હેરાન પરેશાન કરી મરવા માટે મજબુર કરતા મહિલાએ કંટાળી સિધ્ધિ સરોવરમાં આત્મહત્યા કરી લીધી હતી. આ મહિલાના પતિએ આરોપી પાટણના યુવક ઠક્કર મહેશ રમેશભાઈ સામે ફરિયાદ નોધાવી હતી.

પાટણના રળિયાત નગરમાં રહેતા ઠક્કર મહેશભાઈ રમેશભાઈ ઉંમર વર્ષ 25 નામનો યુવક થોડા સમય પહેલા તેમની પત્ની સાથે સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી હતી.

મહિલા જિમમાં જતી હોય ત્યાં યુવક આવતો હોય રૂબરૂ મિત્રતા કેળવી વિશ્વાસમાં લઈ પોતાને બિઝનેસ અમદાવાદમાં ચાલતા હોય તેમાં ઘણા પૈસા રોકાયેલા છે જેથી પૈસાની જરૂર હોવાનું કઈ પાંચ લાખ રૂપિયાની માગણી કરી હતી. જેથી મહિલાએ પોતાના 67 તોલા સોનુ અને સાડા ચાર કિલો ચાંદુના ઘરેણા યુવકને આપ્યા હતા. એક મહિનાના વાયદે ઘરેણા લીધા બાદ પરત આપવાના વાયદે મહિલાને ગેસ્ટ હાઉસમાં બોલાવી એકબીજાની સંમતિથી શરીર સંબંધ બાંધી બિભત્સ ફોટા પાડી બ્લેકમેલ કરી ઘરેણા પરત ના આપી બ્લેકમેલ કરી ફોટા વાયરલ કરી બદનામ કરવાનો ભય બતાવ્યો હતો. જેથી હેરાન પરેશાન કરી મરવા દુષપેરણ કરતા મહિલા યુવકના ત્રાસથી કંટાળી સિદ્ધિ સરોવરમાં આત્મહત્યા કરી લીધી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

મોદી સમાજ દ્વારા એસપીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી

સમાજ દ્વારા એસપીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે આરોપીને આ પ્રવૃત્તિ કરવા બદલ જે લોકો મદદરૂપ બન્યા હોય તેની નિષ્પક્ષ તપાસ કરી જે લોકો બહાર આવે તેમની સામે પણ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી અપીલ કરી હતી. આ અંગે પોલીસ અધિક્ષક વિજય પટેલ જણાવ્યું હતું કે, મહિલાના આત્મહત્યા મામલે ફરિયાદ નોંધાય છે આરોપીની ધરપકડ કરી ફરિયાદમાં જે આક્ષેપો છે તે મુજબ તપાસ શરૂ કરવામાં આવી છે. ઘરેણા ગીરવે મૂક્યા કે વેચ્યા તેમજ તેમાં કોઈ સહ આરોપી હતા તે દિશામાં તપાસ કરી ઝડપથી પોલીસ ચાર સીટ રજૂ કરીને આરોપીને મહત્તમ સજા થાય તે માટેનો અમારો પ્રયાસ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024