All India Open National Taekwondo Championship 2023

પાટણ જીલ્લાની સી.બી.એસ.ઈ. સાથે સંલગ્ન ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા ઓપન નેશનલ ટેકવોન્ડો ચેમ્પિયનશિપ 2023 સ્પર્ધા માં પોતાની પ્રતિભાના દર્શન કરાવ્યા હતા. ઓલ ઇન્ડિયા ઓપન નેશનલ ટેકવોન્ડો ચેમ્પિયનશિપ 2023 સ્પર્ધાનું આયોજન ટેકવોન્ડો સ્પોર્ટ્સ એસોશિયેશન ઓફ અમદાવાદ, ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધા તારીખ 18-02-2023 અને 19-02-2023 ના રોજ અમદાવાદના બાપુનગરના ઇન્દુલાલ યાજ્ઞિક હોલ ખાતે કરવામાં આવ્યું હતું. નેશનલ લેવલની આ સ્પર્ધા માં દેશના ગુજરાત, મહારાષ્ટ્ર, મેઘાલય, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી કુલ 6 રાજ્યોની વિવિધ સ્કૂલોના કુલ 500 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ ભજવ્યો હતો.

સ્પર્ધાના પરિણામ માં ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓને 5 ગોલ્ડ મેડલ, 6 સિલ્વર મેડલ, 6 બ્રોન્ઝ મેડલ તથા સ્કૂલના કોચ ધ્રુવ પટેલને 2 ગોલ્ડમેડલ તથા સ્કૂલ મોમેન્ટો – ટ્રોફી પ્રાપ્ત થઇ હતી. અંડર – 35 કેજી માં યશ્વી પટેલ પૂમસે સ્પર્ધા માં ગોલ્ડ મેડલ, ઓવર 65 કેજી માં જોસવા જી એ ફાઇટ સ્પર્ધા માં ગોલ્ડ મેડલ, પુમસે સ્પર્ધા માં બ્રોન્ઝ મેડલ, અંડર 47 કેજી પુમસે સ્પર્ધા માં પરમાર જાનવી એ ગોલ્ડ મેડલ, અંડર 47 કેજી પુમસે સ્પર્ધા માં ક્રીથી પટેલ ગોલ્ડ મેડલ, ફાઇટ સ્પર્ધા માં બ્રોન્ઝ મેડલ, અંડર 57 કેજી પુમસે સ્પર્ધા માં જીવરાજ પરમારે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

અંડર 45 કેજી ફાઇટ સ્પર્ધા માં પિયુષ ઠાકોર સિલ્વર મેડલ, અંડર 47 કેજી ફાઇટ સ્પર્ધા માં જાનવી પરમાર સિલ્વર મેડલ, અંડર 55 કેજી ક્રિષ્નપાલસિંહ ઝાલા સિલ્વર મેડલ, અંડર 41 કેજી પુમસે સ્પર્ધા માં નિષ્ઠા પટેલ સિલ્વર મેડલ, ફાઇટ સ્પર્ધા માં બ્રોન્ઝ મેડલ, ઓવર 59 કેજી માં ફાઇટ તથા પુમસે સ્પર્ધા માં પ્રિન્સી પરમારે 2 સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા હતા.

અંડર 35 કેજી ફાઇટ સ્પર્ધા માં યશ્વી પટેલે બ્રોન્ઝ મેડલ, અંડર 45 કેજી પુમસે સ્પર્ધા માં પિયુષ ઠાકોર બ્રોન્ઝ મેડલ, અંડર 47 કેજી પુમસે સ્પર્ધા માં જેનીશ બારોટ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી શાળા – પરિવારનું નામ રોશન કરેલ છે. બાપુનગર અમદાવાદના એમ.એલ.એ. દિનેશસિંહ ખુશાવાહના વરદ હસ્તે વિજેતાઓને મેડલ્સ – ટ્રોફી, પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા.

વિજેતા બનેલ તમામ વિદ્યાર્થીઓને સ્કૂલના સંસ્થાપક જગદીશ કથુરિયા, આચાર્ય જોયન જોસ, ટ્રસ્ટ મંડળમાં ટ્રસ્ટી શાંતિભાઈ સ્વામી, જગદીશભાઈ ખમાર, વિજયભાઈ પટેલ, પૂનમબેન કથુરિયા, હર્ષ પટેલ, હાર્દિક સ્વામી તથા સૌ શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024