ભયંકર ગરમી અને લૂ ને ધ્યાનમં રાખતા સરકારે હેલ્થ એડવાઈઝરી જારી કરી છે. જેમાં ગરમી અને લૂ થી બચવા ખૂલ્લાં અને હળવા રંગના કપડા પહેરો. બને તો બપોરના સમયે ઘરમાં જ રહો.

દારૂ અને કૉફીના સેવનથી દૂર રહેવાની સલાહ છે. હેલ્થ મિનિસ્ટ્રીએ આ બાબતે જારી કરેલ એડવાઈઝરીમાં લૂ થી બચવા શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે બાબતે વિસ્તારથી જણાવ્યું છે. બહુજ ગરમી અને લૂ લાગતી હોય તો કરો આ કામ..

હેલ્થ એડવાઈઝરી અનુસાર ઘરના બહારનું તાપમાન વધારે હોવાથી વધુ સમય બહાર રહેવા અને તડકામાં ઘરની બહાર નીકળતા બચવું જોઈએ. પરંતુ જો કોઈ કામથી બહાર નીકળવું પડે તો તડકાથી બચાવ માટેની વ્યવસ્થા કરીને જ નીકળો. માથામાં ટોપી કે સ્કાર્ફ પહેરવાનું ન ભૂલશો.

ઘાટા અને કાળા રંગના કપડા પહેરવાથી બચો. તેનાથી વધારે ગરમી લાગે છે. તેનાથી આ વાતાવરણમાં હળવા રંગના અને સુતરાઉ કપડાં રહેરો.

ઘાટા અને કાળા રંગના કપડા પહેરવાથી વધારે ગરમી લાગતા વધુ પરસેવો થાય છે, જે આવા કપડાં શોષી નથી શકતા.

ગરમીમાં ઘણી વખત શરીરમાં પાણીની ઉણપ આવી જાય છે. એવામાં થોડા થોડા સમયે પાણી પીતા રહો. જેથી શરીરમાં પાણીની ઉણપ ન આવે. કોશિશ કરો કે લૂ થી બચવા લીંબુ પાણી, ફળોનો જ્યૂસ અને ઓઆરએસ પીતા રહો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.