આમ તો મોટાભાગે રાજકિય પાટીના નેતાઓનાં જન્મદિન પ્રસંગની ઝાકમઝોળ વચ્ચે ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ પાટણના પૂર્વે ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પુર્વ પંચાયત મંત્રી તેમજ પુર્વ સંસદીય સચિવ રણછોડભાઈ દેસાઈનાં જન્મદિન પ્રસંગે પાટણ તાલુકા ભારતીય જનતા પાટી સહિત વિવિધ સંસ્થાઓ અને સમાજો દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી.
પાટણ શહેર સહિત ગુજરાતમાં નાનામાં નાના ગ્રામીણ વિસ્તાર થી માંડીને મેગા શહેરોમાં પંચાયત મંત્રી તરીકે અનેક લોકોપયોગી કર્યો કરનાર અને પાટણના પુર્વ ધારાસભ્ય અને પુર્વ સંસદીય સચિવ તરીકે ની જવાબદારી સુપેરે નિભાવનાર લોકલાડીલા નેતા અને ૧૦૮ થી ઓળખાતા રણછોડભાઈ દેસાઈ ના જન્મદિન પ્રસંગે પાટણ તાલુકા ભારતીય જનતા પાટીના આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા રવિવારે અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે રણછોડભાઈ દેસાઈ ના જન્મદિવસ પ્રસંગે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
ત્યારે પાટણ તાલુકા ભારતીય જનતા પાટી દ્વારા રણછોડભાઈ દેસાઈ ના જન્મ દિવસે રવિવાર ની શુભ સવારે ૮:૦૦ કલાકે સબોસણ મુકામે ગાય માતાને પ૦૦ ઘાસના સુકાપુળા નાંખીને તેઓના જન્મદિનની સેવાકાર્યોથી શુભ શરુઆત કરવામાં આવી હતી. તો આ પ્રસંગે રણછોડભાઈ દેસાઈ સહિતના આગેવાનો અને હોદેદારોનું સબોસણ ગામ વતી ફૂલહાર કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ સવારે ૮:૩૦ કલાકે અનાવાડા હરિઓમ ગૌશાળા ખાતે ગૌમાતાને ૭૦૦ ઘાસના પુળા, પ્રગતિ મંડળ રબારી સમાજ પાટણ દ્વારા ગૌમાતા માટે લીલો ઘાસચારો અને લાપસીનું જમણ સાથે ભાજપના આગેવાન દાદુભા ચાવડા દ્વારા હરિઓમ ગૌશાળાની અશક્ત અને બીમાર ગૌમાતા માટે દવાની કિટ પેટે રૂપિયા ર૧૦૦ રોકડ દાન આપવામાં આવ્યું હતું.
તો રણછોડભાઈ દેસાઈના હસ્તે ગૌમાતાની આરતીનું પણ આયોજન કરાતાં પૂર્વ સંસદીય સચિવે ગૌમાતાની આરતી ઉતારી તેઓના આશીર્વાદ પોતાના જન્મદિને લઈ ધન્યતા અનુભવી હતી. તેની સાથે સાથે ઉપથીતી મહાનુભાવો, આગેવાનો અને હોદેદારો દવારા પણ અનાવાડા સ્થિત હરીઓમ ગૌશાળાની અશકત અને બિમાર ગાયોની સારી રીતે સેવા થાય તે માટે રોકડ દાન રણછોડભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રણછોડભાઈ દેસાઈએ પોતાના જન્મદિનને લઈ હરીઓમ ગૌશાળા ખાતે લીલા અને સુકા ઘાસના વિતરણની સાથે સાથે લાપસી, લાડુનો જમણ ગૌમાતાને આપવામાં આવ્યું હોવાનું જણાવી વધુમાં ભાજપના આગેવાનો અને હોદેદારો દવારા બિમાર અને અશકત ગાયો માટે ગૌશાળાને રોકડ દાન આપવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.
તો દિનેશ જોષીએ હરીઓમ ગૌશાળામાં સારવાર લઈ રહેલી અશકત અને બિમાર ગૌમાતાઓની સારી રીતે સેવાઓ થઈ શકે તે માટે પાટણના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ રણછોડભાઈ દેસાઈના જન્મદિનને લઈ ગૌશાળા ને એક લાખ રુપિયાનંુ દાન આપવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.