DRDO
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી (DRDO) ભારતીય લશ્કરને 200 હોવાઇત્ઝર તોપો આપશે. આ તોપ 48 કિલોમીટર દૂર સુધીના ટાર્ગેટને વીંધી શકે છે. તનાવના પગલે આ તોપો અરુણાચલ પ્રદેશ અને લદ્દાખમાં તહેનાત કરાશે એવું જાણવા મળ્યું હતું.
ઉપરાંત આગામી 18 માસમાં DRDO ભારતીય લશ્કરને એડવાન્સ ટાવર આર્ટિલરી ગન હોવાઇત્ઝર તૈયાર કરીને આપશે. પેરામીટરની વાત કરીએ તો આ ગન સ્વયંસંચાલિત કલાકે 25 કિલોમીટર સુધી જઇ શકે છે.
આ પણ જુઓ : યુપીમાં પ્રદર્શન કરવા બદલ ખેડૂત નેતાઓને 50 લાખની નોટિસ ફટકારી
હાલ ઓરિસાના બાલાપુરમાં આવેલા ચાંદીપુર ફાયરીંગ રેંજમાં એની ટ્રાયલ ચાલુ હતી. ફાયરીંગ રેંજમાં એક ઊંચા ટાવર પર કેમેરા ફિટ કરીને શૂટર પોતાના કાન ઇયરીંગ મફથી બંધ કરીને કાઉન્ટ ડાઉન શરૂ કરે છે. જેવો ઝીરો પર પહોંચે કે તરત તોપમાંથી 55 કિલોનો દારુગોળો પોતાના ટાર્ગેટ પર ત્રાટકે છે. આ તોપ સંપૂર્ણપમે સ્વદેશી સાધનોથી બનાવાયેલી છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.