Patan
સેલ્સ મેનેજરને બાતમી મળી હતી કે પાટણ (Patan) શહેરના ટેલીફોન એક્સચેન્જ રોડ ઉપર આવેલ દુકાનમાં જુદી જુદી કંપનીના માર્કા બનાવી તેના કપટપૂર્વક ઉપયોગ કરી નકલી માલ પેકેટો માં ભરી બજારમાંવેચવામાં આવી રહ્યો છે. જેથી બાતમીના આધારે સેલ્સ મેનેજર અને પોલીસે રેડ કરી તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ પણ જુઓ : Hollywood Actor Rock અને તેનાં આખા પરિવારને થયો કોરોના
પાટણ (Patan) તાલુકાના ડુંગર ગામના પટેલ રૂચિત કુમાર અમથાભાઈ પાટણ ટેલિફોન એક્સચેન્જ રોડ ઉપર બાલાજી કોમ્પલેક્ષમાં પાંચ નંબરની દુકાનમાં ગેરકાયદેસર જુદી જુદી કંપનીઓના માર્કા બનાવી તમાકુ, બીડી સહિતનું વેચાણ કરતો હોવાની બાતમી મળતાં પોલીસે રેડ કરી હતી. આ શખ્સ વિવિધ માર્કા બનાવી ડુપ્લીકેટ માર્કાનો ઓરિજનલ તરીકે ઉપયોગ કરી વસ્તુઓનું બજારમાં કરતો હતો છે.
આ પણ જુઓ : PUBG હજુ પણ આ કારણે કોમ્પ્યુટર પર રમી શકાઈ છે
જ્યાં રેડ દરમિયાન પોલીસે રૂ. 3,49,865 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યરબાદ પટેલ રૂચિતની અટક કરી પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી હતી. જેની વધુ તપાસ અધિકારી પી.એસ.આઇ એ.જે. પરમારએ હાથ ધરી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.