સંસદની ઓનલાઈન કાર્યવાહી દરમિયાન સાંસદ પ્રેમિકાને કિસ કરવા માંડ્યા

પોસ્ટ કેવી લાગી?

Parliament

કોરોનાના કારણે આર્જેન્ટિનામાં સંસદ (Parliament) નુ સત્ર પણ ઓનલાઈન બોલાવવામાં આવ્યુ છે. આ દરમિયાન આ સત્ર એક સાંસદની હરકતના કારણે વધારે ચર્ચામાં આવ્યુ છે.

ઓનલાઈન સત્ર ચાલી રહ્યુ હતુ તે દરમિયાન જુઆન અમેરી નામના એક સાંસદ પોતાની પ્રેમિકાને ખોળામાં બેસાડીને કિસ કરવા માંડ્યા હતા. આખા દેશમાં આ મામલાએ તૂલ પકડયા બાદ હવે સાંસદ જુઆનનુ તેમની પાર્ટીએ રાજીનામુ લઈ લીધુ છે.

આ પણ જુઓ : ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર સુરક્ષા વધારાઈ, અમદાવાદ-ઉદેપુર હાઇવે 36 કલાકથી બ્લોક

સસ્પેન્ડ થયેલા સાંસદે પોતાના બચાવમાં કહ્યુ હતુ કે, સંસદની કાર્યવાહી દરમિયાન મારુ ઈન્ટરનેટ કનેક્શન સાવ ખરાબ હતુ. મને અને મારી પાર્ટનરને રેકોર્ડિંગ થઈ રહ્યુ છે તેનો આંદાજ પણ નહોતો. તે બાથરૂમમાંથી બહાર નિકળી હતી અને મેં તેને પૂછ્યુ હતુ કે, સર્જરી બાદ તને હવે કેવુ છે ,તે મારા ખોળામાં બેઠી હતી અને મેં તેને કિસ કરી હતી.

આ પણ જુઓ : ભાજપના નેતા ઉમા ભારતી કોરોના પોઝીટીવ

સ્પીકરનુ કહેવુ હતુ કે, ઓનલાઈન સત્ર દરમિયાન ઘણા સાંસદો ઉઘી ગયેલા જોવા મળે છે તો કેટલાક તો ઓનલાઈન સત્રમાં આવી જ નથી રહ્યા પણ જુઆન અમેરીએ જે કર્યુ છે તેનાથી સંસદની તમામ ગરિમા તુટી ગઈ છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures