પાટણ : ટુ-વ્હિલર અને ફોર-વ્હિલરના પસંદગીના નંબર મેળવા થશે હરાજી જાણો વિગત.

પોસ્ટ કેવી લાગી?

પાટણ સહાયક વાહનવ્યવહાર કચેરી દ્વારા પસંદગીના નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકો માટે ઈ-ઑક્શન યોજાશે

ટુ-વ્હિલરના નંબર માટેની નવી સિરીઝ GJ.24.AL.0001 થી GJ.24.AL.9999 અને ફોર-વ્હિલરના નંબર માટેની નવી સિરીઝ GJ.24.AM.0001 થી GJ.24.AM.9999 માટે યોજાશે ઈ-ઑક્શન

સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી દ્વારા વાહનચાલકોની સગવડતા અર્થે પસંદગીના નંબરોની ફાળવણી માટે ઑનલાઈન ઈ-ઑક્શન કરવામાં આવશે. જેમાં ભાગ લેવા ઈચ્છુક વાહનમાલિકોએ તા.૨૫ જૂન પહેલા ઑનલાઈન એપ્લિકેશન કરી નિયત રકમ ચૂકવવાની રહેશે.

આગામી સમયમાં ટુ-વ્હિલરના નંબર માટેની નવી સિરીઝ GJ.24.AL.0001 થી GJ.24.AL.9999 અને ફોર-વ્હિલરના નંબર માટેની નવી સિરીઝ GJ.24.AM.0001 થી GJ.24.AM.9999 ઈ-ઑક્શન માટે શરૂ કરવામાં આવનાર છે. આ ઈ-ઑક્શનમાં ભાગ લઈ પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરાવી http://parivahan.gov.in/fancy પર તા.૨૦ ઓક્ટોબર,૨૦૨૦ સુધીમાં ઑનલાઈન રજીસ્ટ્રેશન કરાવી બેઈઝ રકમનું પેમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તા.૨૧ અને તા.૨૩ ઓક્ટોબરના રોજ ઈ-ઑક્શનનું બિડિંગ યોજાશે તથા તેના ફોર્મ તા.૨૪ ઓક્ટોબરના રોજ એ.આર.ટી.ઓ. કચેરી ખાતે જમા કરાવવાના રહેશે.

ફેન્સી નંબર મેળવવા ઈચ્છુક અરજદારોએ http://parivahan.gov.in/fancy વેબસાઈટ પર જઈ વાહન ખરીદીના સાત દિવસમાં અચુક સી.એન.એ. ફોર્મ ભરી દેવાનું રહેશે. સી.એન.એ. ફોર્મ ભરેલ હોય તેવા જ અરજદારો વાહનના સેલ લેટરમાં દર્શાવેલ વેચાણ તારીખથી ૬૦ દિવસના અંદર હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. નિયત સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures