E auction

E auction

સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી દ્વારા વાહનચાલકોની સગવડતા અર્થે પસંદગીના નંબરોની ફાળવણી માટે ઑનલાઈન ઈ-ઑક્શન (E auction) કરવામાં આવશે. જેમાં ભાગ લેવા ઈચ્છુક વાહનમાલિકોએ તા.૨૮ નવેમ્બર પહેલા ઑનલાઈન એપ્લિકેશન કરી નિયત રકમ ચૂકવવાની રહેશે.

આગામી સમયમાં ટુ-વ્હિલરના નંબર માટેની સિરીઝ GJ.24.AN.0001 થી GJ.24.AN.9999 તથા ફોર-વ્હિલરના નંબર માટેની GJ.24.AM.0001 થી GJ.24.AM.9999 સિરીઝ ઈ-ઑક્શન માટે શરૂ કરવામાં આવનાર છે. આ ઈ-ઑક્શનમાં ભાગ લઈ પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરાવી http://parivahan.gov.in/fancy પર આગામી તા.૨૧ ડિસેમ્બરથી ૨૬ ડિસેમ્બર,૨૦૨૦ સુધીમાં ઑનલાઈન રજીસ્ટ્રેશન કરાવી બેઈઝ રકમનું પેમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તા.૨૭ અને તા.૨૯ ડિસેમ્બરના રોજ ઈ-ઑક્શનનું બિડિંગ યોજાશે તથા તેના ફોર્મ તા.૩૦ ડિસેમ્બરના રોજ એ.આર.ટી.ઓ. કચેરી ખાતે જમા કરાવવાના રહેશે.

આ પણ જુઓ : હેડમાસ્ટરે અશ્લીલ વિડિયો દેખાડીને પાંચ બાળા પર દુષ્કર્મ આચર્યું

ફેન્સી નંબર મેળવવા ઈચ્છુક અરજદારોએ http://parivahan.gov.in/fancy વેબસાઈટ પર જઈ વાહન ખરીદીના સાત દિવસમાં અચુક સી.એન.એ. ફોર્મ ભરી દેવાનું રહેશે. સી.એન.એ. ફોર્મ ભરેલ હોય તેવા જ અરજદારો વાહનના સેલ લેટરમાં દર્શાવેલ વેચાણ તારીખથી ૬૦ દિવસના અંદર હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. નિયત સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024