સિદ્ધપુર: ભાડાનું મકાન શોધવા આવેલા શખ્સે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું

પોસ્ટ કેવી લાગી?

Siddhpur

સિદ્ધપુર (Siddhpur) તાલુકાના ખોલવાડા ગામે રાજસ્થાનના યુવાને એક પરણીત મહીલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. રાજસ્થાનના યુવાને એકલતાનો લાભ ઉઠાવી મહિલા સાથે બળજબરી કરી તેના કપડા ફાડી જાનથી મારી નાખવાની ધમકી આપી. દુષ્કર્મ આચરતાં સિદ્ધપુર પોલીસ મથકે પરપ્રાંતીય યુવાન સામે ફરિયાદ નોંધાઈ છે.

સોમવારે ખોલવાડા ગામે 23 વર્ષીય પરણિત મહિલા તેના ઘરે તેની બે વર્ષની બાળકી સાથે એકલી હતી. આ દરમિયાન ઓમપ્રકાશ મુરલીધર ચૌધરી નામનો શખ્સ ત્યાં આવ્યો હતો. આવીને મારે મકાન ભાડે રાખવું છે તેમ કઈ વાતચીત કરવા લાગ્યો.

આ પણ જુઓ : હેડમાસ્ટરે અશ્લીલ વિડિયો દેખાડીને પાંચ બાળા પર દુષ્કર્મ આચર્યું

ત્યારબાદ પીવા માટે પાણી માંગતા મહિલા પાણી ભરવા માટે રસોડામાં ગઈ તે વખતે ઘરનો દરવાજો બંધ કરી મહિલાને પાછળથી પકડી તેની સાથે બળજબરી કરવાનો પ્રયત્ન કરી તેના કપડા ફાડી નાખી દુષ્કર્મ આચર્યું હતું. મહિલાએ બૂમો પાડતા તે ત્યાંથી જતાં જતાં તેને અને તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપતો ગયો હતો.

આ અંગે મહિલાએ સિદ્ધપુર પોલીસ મથકે ઓમપ્રકાશ મુરલીધર ચૌધરી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં પોલીસે તાપસ હાથ ધરી છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures