બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મોડી સાંજે ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. બનાસકાંઠા જિલ્લામાં સાંજે 7 વાગ્યાને 25 મિનિટે ભૂંકપનો આંચકો આવતા લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા.
આંચકાની તિવ્રતા 4.1 રિકટર સ્કેલ નોંધાઈ હતી. આંચકાનું કેન્દ્ર બિંદુ પાલનપુરથી રાજસ્થાન તરફ 136 કિમી દૂર નોંધાયું હતું. ભૂંકપના કારણે કોઈ નુકસાન કે જાનહાનિના સમાચાર નથી.