POK, પેશાવર, રાવલપિંડી અને લાહોરના વિસ્તારોમાં ભૂકંપ આવતા અફરાતફરી મચી ગઇ છે. આ ભૂકંપની તીવ્રતા 6.1ની જણવવામાં આવી છે જે 8-10 સેકેન્ડ સુધી ચાલ્યો હતો. મળતી માહિતી પ્રમાણે તેના લીધે પાંચ લોકોના મોત થયા છે જ્યારે ઘાયલોની સંખ્યા વધારે છે. અહીં ઘણા મકાનોમાં દિવાલ ધરાશાઇ થઇ ગઇ હતી. રસ્તાઓમાં પહોળી તિરાડો પડી ગઇ હતી અને ગાડીઓ અંદર ઘૂસી ગઇ હતી.
ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનના રાવલપિંડી પાસે હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે પાક અધિકૃત કાશ્મીરના જાટલાન વિસ્તારમાં ભૂકંપનું કેન્દ્ર હતું, આ જગ્યા લાહોરથી અંદાજે 173 કિમી જ દૂર હતી. ભૂકંપના આચંકા હરિયાણા, પંજાબ, દિલ્હી, કાશ્મીર હિમાચલ પ્રદેશના અલગ અલગ સ્થળે અનુભવાયા છે.
ભૂકંપ 10 કિલોમીટર અંદરથી ઉદભવ્યો છે. ભારતમાં પણ આ ભૂકંપની અસર જોવા મળી હતી. જમ્મુ- કાશ્મીર અને દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં મંગળવારે ભૂકંપના આંચકા આવ્યા છે. યૂરોપિયન-મેડિટેરેનિયન સીસ્મોલોજિકલ સેન્ટર પ્રમાણે, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 હતી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.