Ease Of Doing Business

કેન્દ્રીય વાણિજ્ય-ઉદ્યોગ મંત્રાલયે બિઝનેસ કરવામાં સરળતા (Ease Of Doing Business) ની બાબતમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રેન્કિંગ જાહેર કર્યા છે. તેમાં ગુજરાત 5માથી 10મા ક્રમાંકે પોહ્ચ્યું છે.

જો કે, ગઇ વખતે ગુજરાત રેન્કિંગમાં પાંચમા ક્રમે હતું. આમ, ગુજરાતની પાંચ ક્રમ પાછળ ઘકેલાયું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આ રેન્કિંગની ચોથી એડિશન છે, જે વર્ષ 2019 માટે છે. આનાથી રાજ્યો વચ્ચે હેલ્ધી કોમ્પિટિશનને પ્રોત્સાહન મળશે.

અજિત શાહ, સેક્રેટરી, ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિએશનએ કહ્યું કે, “ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ (Ease Of Doing Business) માટે ગુજરાત 10માં ક્રમે ધકેલાયું છે. જેનું મુખ્ય કારણ સરકારના વહીવટીતંત્રમાં પારદર્શિતાનો અભાવ છે. નાનામાં નાના ઉદ્યોકારને ઉદ્યોગ માટે સરકારી મંજુરી મેળવવામાં ત્રણ માસથી વધુ સમય લાગે છે. વહીવટી અધિકારીઓ ઝડપથી ઉદ્યોગને મંજુરી આપતા નથી.”

તમને જણાવવાનું કે, આંધ્રપ્રદેશ પ્રથમ ક્રમે યથાવત્ રહ્યું છે. જ્યારે ઉત્તરપ્રદેશ 10 ક્રમની છલાંગ લગાવીને બીજા ક્રમે પહોંચી ગયું છે. તથા તેલંગાણા બીજા ક્રમેથી ત્રીજા ક્રમે આવ્યું છે. આ અગાઉ છેલ્લે 2018માં ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ રેન્કિંગ જારી કરાયા હતા.

તેમજ રેન્કિંગમાં મધ્યપ્રદેશ ચોથા, ઝારખંડ પાંચમા, છત્તીસગઢ છઠ્ઠા, હિમાચલપ્રદેશ સાતમા, રાજસ્થાન આઠમા અને પશ્ચિમ બંગાળ નવમા ક્રમે છે. ઉપરાંત ગઇ વખતે ત્રીજા ક્રમે રહેલું હરિયાણા આ વખતે ટોપ ટેનમાંથી બહાર ફેંકાઇ ગયું છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024