Vehicles

કેન્દ્ર સરકાર જલદી એક નવી નીતિ લઇને આવી રહી છે. આ નીતિ મુજબ જો તમારું વાહન (Vehicles) જૂનું થઈ ગયું હશે તો તેને ભંગારમાં મોકલી દેવામાં આવશે. જો કે, લાંબા સમયથી આ નીતિની વાત થઇ રહી છે.

ત્યારે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે આ નીતિ જલદી લાગૂ થશે. પ્રકાશ જાવડેકરે વધુમાં જણાવ્યું કે વાહનો (Vehicles) ના ભંગારની નીતિનો પ્રસ્તાવ તૈયાર થઇ ચુક્યો છે. તથા દરેક સંબંધિત પક્ષોએ તેની પર સલાહ આપી દીધી છે.

આ પહેલા કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું હતું કે સરકાર જૂના વાહનો (Vehicles) ના ભંગારની નીતિ લાવવા માટે તૈયાર છે. તેમજ તે હેઠળ બંદરગાહોને પાસે રીસાઇકલિંગ કેન્દ્ર બનાવી શકાય છે. તથા ગડકરીએ કહ્યું હતું કે જૂની કારો, ટ્રકો અને બસોનો ભંગારમાં બદલવામાં આવશે.

નિતીન ગડકરી મુજબ, સરકારે દેશના પોર્ટની ઉંડાઇને 18 મીટર વધારવાનો નિર્ણય કર્યો છે. તો તેની સાથે જ વાહનોને ભંગાર બનાવનારા રીસાઇકલિંગ પ્લાન્ટ પોર્ટ પાસે લગાવી શકે છે. તેનાથી પ્રાપ્ત થતી ઓટોમોબાઇલ ઉદ્યોગ માટે ઉપયોગી હશે. તેના કારણે કાર, બસ અને ટ્રકોની ઉત્પાદનની સરેરાશ ઓછી થશે. જેનાથી આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારતની પ્રતિસ્પર્ધા વધી જશે.

નિતીન ગડકરીએ વધુમાં જણાવ્યું કે, પાંચ વર્ષની અંદર, ભારત દરેક કાર બસ અને ટ્રકના નંબર એક ઉત્પાદનનું કેન્દ્ર હશે. જેમા દરેક ઇંધણ, ઇથેનોલ, મિથેનોલ, બાયો-સએનજી, એલએનજી, ઇલેકટ્રિકની સાથે-સાથે હાઇડ્રોજન ઇંધણ સેલ પણ હશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024