ન્યૂ યોર્ક સ્થિત ફિલ ફેમિલી બ્રેન એન્ડ માઈન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર ડોક્ટર ગિઉસેપ્પે ફર્કો આ સંશોધનનાં મુખ્ય સંશોધક છે. આ સંશોધન નેચર ન્યુરોસાયન્સ ટ્રસ્ટેડ સોર્સિસ જર્નલમાં પ્રકાશિત થયું છે. ડોક્ટર ફર્કોએ જણાવ્યું કે, હંમેશાં મીઠાંનું વધુ પ્રમાણ અને મગજની નબળી કાર્યક્ષમતા વચ્ચે સંબંધ રહ્યો છે અને મીઠું ખાવું એ ડિમેન્શિયાનું મુખ્ય કારણ છે.
સમગ્ર અભ્યાસ ઉંદરો પર કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે વધુ મીઠું ખાવાથી ઉંદરોમાં ડિમેનશ્યિના લક્ષણો દેખાવા લાગ્યા. મીઠું એવા અણુઓને વધુ ઝડપથી પેદા કરે છે જેનાથી શરીરમાં સોજો આવે છે. ઇન્ટરલ્યુકિન-17 અણુ મગજના કોષો નાઇટ્રિક ઓક્સાઇડ બનાવવાનું ઓછું કરી દે છે. નાઇટ્રિક ઓક્સાઇડ રુધિરવાહિનીઓને પહોળી કરે છે અને લોહીના પ્રવાહમાં મદદ કરે છે. જો કે, નાઇટ્રિક ઓક્સાઇડની ઊણપ લોહીના પ્રવાહને ઘટાડી શકે છે.
ઉંદર પર હાથ ધરવામાં આવેલા અભ્યાસોએ દર્શાવ્યું કે, વધારે મીઠાંયુક્ત આહાર ખાવાથી IL-17 નું સ્તર વધ્યું છે અને નાઈટ્રિક ઓક્સાઈડનું સ્તર ઘટી ગયું છે, જેનાથી મગજના લોહીનો પ્રવાહ 25% સુધી ઘટી ગયો.
સંશોધક ફર્કો અને તેની ટીમનું માનવું હતું કે, સોડિયમનો વધુ પડતો ઉપયોગ મગજમાં લોહીના પ્રવાહમાં વિક્ષેપિત કરીને ડિમેન્શિયાનું જોખમ વધારે છે. પરંતુ, સંશોધન પછી જાણવા મળ્યું કે રક્ત પ્રવાહમાં કોઈ ઘટાડો થયો નથી પરંતુ ટાઉ પ્રોટીનની માત્રામાં વધારો થવાને કારણે યાદશક્તિ નબળી પડી છે.
સંશોધકોએ આઠ અઠવાડિયાં કેટલાક ઉંદરોને સામાન્ય આહાર આપ્યો અને કેટલાકએ સોડિયમયુક્ત આહાર ચારથી 36 અઠવાડિયા સુધી આહાર આપવામાં આવ્યો. ત્યારબાદ, વૈજ્ઞાનિકોએ પરીક્ષણમાં જાણ્યું કે, વધુ મીઠું લેતા ઉંદરોમાં નાઈટ્રિક ઓક્સાઈડનું પ્રમાણ ઓછું હતું, જેનાથી મગજમાં ટાઉ પ્રોટીનની માત્રામાં વધી ગઈ હતી.
વૈજ્ઞનિકોએ વર્તણૂકીય, સેરેબ્રોવેસ્ક્યુલર અને મોલેક્યુલર સ્તરે પરીક્ષણો કર્યાં. તેમાં જાણવા મળ્યું કે, વધુ મીઠું લેતા ઉંદરોમાં નાઈટ્રિક ઓક્સાઈડનું પ્રમાણ ઓછું હોય છે, જે મગજમાં ટાઉ પ્રોટીનની માત્રામાં વધારો કરે છે. ટાઉનું વધુ પડતું સ્તર અલ્ઝાઇમર થવાનું કારણ માનવામાં આવે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.