egg non veg cart remove gujarat

છેલ્લા ઘણા દિવસોથી ઈંડા અને નોનવેજની લારીઓના દબાણને લઈને ગુજરાત(GUjarat)નું રાજકારણ ગરમાયુ છે ત્યારે ગુજરાતના સ્માર્ટ સીટી અમદાવાદ(Ahmedabad)માં પણ જાહેર માં ચાલતી ઈંડા અને નોનવેજ ની લારીઓ તાત્કાલિક દૂર કરવા ખુદ મનપાના રેવન્યુ કમિટી ચેરમેન સી એ જૈનિક વકીલે મનપા કમિશનરને પત્ર લખ્યો હતો જે બાદ અમદાવાદ શહેરમાં પણ ઈંડા-નોનવેજની લારીઓ રસ્તા પરથી દૂર કરવા નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. હવે જાહેર રોડ પરથી લારી ગલ્લાઓ દુર કરવામાં આવશે તેની સાથે જ મુખ્યમાર્ગો, ધાર્મિક સ્થળો નજીક ઈંડા-નોનવેજના વેચાણ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. હાલ રાજકોટ(Rajkot), ગાંધીનગર(Gandhinagar), વડોદરા(Vadodara), ભાવનગર(Bhavnagar), જુનાગઢ(Junagadh) અને હવે અમદાવાદમાં ઈંડા-નોનવેજની લારીઓ રસ્તા પરથી હટાવવાનો નિર્ણય લઇ લેવામાં આવ્યો છે.

AMCની ટાઉન પ્લાનિંગ કમિટીએ કર્યો નિર્ણય

અન્ય શહેરોની જેમ અમદાવાદ મનપાની ટાઉન પ્લાનિંગ કમિટીએ નિર્ણય લીધો છે કે શાળા, કોલેજ, કોમ્યુનિટી હોલ, મુખ્યમાર્ગો, ધાર્મિક સ્થળો નજીક પણ નોનવેજ ઈંડાની લારીઓ નહીં ઉભી રહી શકશે નહીં. શહેર મા અનેક સ્થળો પર પશુ, મરઘીનું કતલ કરી ગેરકાયદે વેચાણ થાય છે. ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 ના નિયમો નું શહેર મા પાલન ન થતું હોવાના આક્ષેપ જૈનિક વકીલે કર્યા હતા. જાહેરમાં નોનવેજ નું વેચાણ પ્રજા માટે ઉપદ્રવકારક હોવાથી કોઈ પણ સંજોગો માં ઈંડા અને નોનવેજ લારીઓને જાહેર માર્ગો પર થી દુર કરવા વહેલી તકે કામગીરી કરવી જોઈએ અને જો ન થાય તો જી.પી.એમ.સી એક્ટ મુજબ કડક કાર્યવાહી કરવા રેવન્યુ કમિટી ચેરમેન એ પત્ર લખ્યો હતો. જે બાદ કમિટીએ અમદાવાદમાં ઈંડા-નોનવેજ(egg-nonveg)ની લારીઓ રસ્તા પરથી દૂર કરવાનો નિર્ણય લઈ લીધો છે.

કયા કયા શહેરમાં કઈ તારીખે લેવાયો નિર્ણય

શહેરતારીખ
રાજકોટ9 નવેમ્બર
વડોદરા11 નવેમ્બર
જૂનાગઢ12 નવેમ્બર
ગાંધીનગર12 નવેમ્બર
ભાવનગર12 નવેમ્બર
અમદાવાદ15 નવેમ્બર

કોંગ્રેસ કરી રહી છે મનપાના નિર્ણયનો વિરોધ

ઈંડા અને નોનવેજ લારીઓ ને દૂર કરવાની માંગ સામે કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ કરવામા આવ્યો છે. પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્મા એ જણાવ્યું છે કે સત્તા પક્ષ એ લોકો ને રોજગારી આપવી જોઈએ નહીં કે ગરીબો ને રોજગારી છીંનવવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024