ઈંડા-નોનવેજ લારી વિવાદ : જાણો શું કહ્યું CM ભૂપેન્દ્ર પટેલે

પોસ્ટ કેવી લાગી?

અત્યારે ગુજરાતમાં શિયાળો (Gujarat winter) જામવા લાગ્યો ત્યારે રાજ્યમાં ઠેકઠેકાણે ઈંડા અને નોનવેજની લારીઓ (Egg and non-vage lorries) ઉપર પ્રતિબંધ લાદવામાં આવી રહ્યા છે. પહેલા રાજકોટમાં (rajkot) ઈંડા અને નોનવેજની લારીઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યાર બાદ અમદાવાદમાં (Ahmedabad) પણ ઈંડા અને નોનવેજની લારીઓ હટાવવાની કોર્પોરેશનની જાહેરાત વિવાદ વધારે વકર્યો છે. તો બીજી તરફ ગુજરાત મુખ્યમંત્રીની (Gujarat chief minister) પણ આ ઉપર પ્રતિક્રિયા આવી છે. તેમણે આણંદના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, વેજ નોનવેજની કોઇ વાત નથી જેને જે ખાવું હોય તે ખાઈ શકે છે. પરતું જો ટ્રાફીકમાં કે નાગરિકોને અડચણરૂપ હશે તેવી તમામ લારીઓ હટાવવામાં આવશે.

આ અંગે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, જેને જે ખાવું હોય તે ખાય એમાં સરકાર કોઇ હસ્તક્ષેપ ન કરે. જેમને જે ભાવતું હોય તે ખાય તેમાં સરકાર ક્યારે પણ હસ્તક્ષેપ કરવા માંગતી નથી. પરંતુ રોડમાં અડચણરૂપ લારીઓ હોય તેને હટાવવાની જવાબદારી તો સ્થાનિક તંત્ર અને ત્યાર બાદ સરકારની છે. જેથી આવી લારીઓ હટાવવામાં આવશે.

આ અંગેની વૈકલ્પિક જગ્યાઓ આપવી સરકારની જવાબદારી નથી. પરંતુ ટ્રાફીકને નડશે તેવી તમામ લારીઓ અને બાંધકામો હટાવવામાં આવશે. તેમાં વેજ-નોનવેજ કે જાતી ધર્મ જોઇને આ કાર્યવાહી નહી થાય. માત્ર અગવડતા જોઇને જ કાર્યવાહી થશે.

અમદાવાદ મનપાની ટાઉન પ્લાનિંગ કમિટીએ લીધો નિર્ણય

અમદાવાદ મનપાની ટાઉન પ્લાનિંગ કમિટીએ નિર્ણય લીધો છે કે શાળા, કોલેજ, કોમ્યુનિટી હોલ, મુખ્યમાર્ગો, ધાર્મિક સ્થળો નજીક પણ નોનવેજ ઈંડાની લારીઓ ઉભી રહી શકશે નહીં. બીજી તરફ આ મુદ્દે લારી ગલ્લાના પ્રમુખ રાકેશ મહેરિયાએ આંદોલનની ચીમકી આપી છે.

તેમણે જણાવ્યું હતું કે જો ઇંડા અને નોનવેજની લારીઓને હટાવવામાં આવશે તો અમે લડત આપીશું. આ ધંધામાં ઘણા લોકોની રોજગારી છે. અમે હાઇકોર્ટમાં આ મુદ્દે રજુઆત કરીશું. યોગ્ય જગ્યા ના મળે ત્યાં સુધી કોઇનો રોજગાર છીનવી શકાય નહીં.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures