કાંકરેજ પુરવઠા મામલતદાર જગદીશ પરમાર ની અઘ્યક્ષ સ્થાને ડેપ્યુટી સરપંચ ની ચૂંટણી યોજાઈ હતી જેમાં 13 સભ્યો અને સરપંચ હાજર રહ્યા હતા ત્યારે ડેપ્યુટી સરપંચ તરીકે એક જ ઉમેદવારી પત્ર ભર્યું હતું જેમાં ડાભી વજુભા શંકુજી બિન હરીફ જાહેર કરવામાં આવ્યા હતા. જોકે શિહોરી ગ્રામ પંચાયત ના 18 સભ્યો છે જેમાં 13 સભ્યો અને સરપંચ ની હાજરીમાં નવનિયુકત ડેપ્યુટી સરપંચ વજૂભા ડાભી ને ફુલહાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ત્યારે ડેપ્યુટી સરપંચ ની ચૂંટણી શાંતિ પુર્વક પૂર્ણ થઈ હતી. શિહોરી સરપંચ શાંન્તુંભા ડાભી સહિત તલાટી મંત્રી અને ગ્રામ આગેવાનો હાજર રહ્યા હતા અને મોં મીઠું કરાવ્યું હતું. જોકે શિહોરી ગ્રામ પંચાયત ની કચેરી જર્જરિત હાલતમાં હોવાથી હાલમાં તો શિહોરી ગ્રામ પંચાયતની કચેરી તરીકે શિહોરી ખાતે આવેલ સર્વોત્તમ સ્કૂલ ઓફ એજ્યુકશન માં ભાડા કરાર આધારિત ચાલે છે. ત્યારે તાલુકાના મુખ્ય મથક શિહોરી ગ્રામ પંચાયતની કચેરી ના હોય એ એક શરમ જનક વાત છે.