Rajkot
રાજકોટ (Rajkot) માં જાતીય આવેગ પર કાબૂ ન રાખી શકનાર યુવકે પોતાની ઇન્દ્રિયમાં ઇલેક્ટ્રિક વાયર નાખી દીધો હતો. વાયર ઇન્દ્રિયની અંદર ગૂંચળું વળીને ફસાઈ જતાં યુવાનની હાલત કફોડી બની હતી.
રાજકોટ શહેરમાં રહેતા એક 35 વર્ષીય યુવાને જાતીય આવેગ સંતોષવા માટે ઇન્દ્રિયમાં ઇલેક્ટ્રિક વાયર નાખ્યો હતો. વાયર ઇન્દ્રિયની અંદર ગૂંચળું વળીને ફસાઈ જતાં યુવાનની હાલત કફોડી બની હતી. ત્યારબાદ યુવાનને લઘુશંકા તેમજ દીર્ઘશંકા કરવામાં પણ ધીમે ધીમે તકલીફ શરૂ થવા પામી હતી.
અસહ્ય પીડા થતા યુવાનને હૉસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. રિપોર્ટ બાદ તબીબોએ બે કલાકની સર્જરી કરીને યુવકની ઈન્દ્રિયમાંથી ચાર મીટર લાંબુ ઈલેક્ટ્રિક વાયરનું ગૂંચળું બહાર કાઢ્યું હતું.
આ પણ જુઓ : ઈન્ટર્ન ડોક્ટરોએ હડતાળ પાછી ખેંચી, સરકારએ સ્ટાઈપેન્ડ વધારાની આપી ખાત્રી
આ સમગ્ર મામલે યૂરો સર્જન ડો.પ્રતીક અમલાણીએ જણાવ્યું હતું કે, ‘યુવકનો રિપોર્ટ કરવામાં આવતા તેની ઇન્દ્રિયમાં 10 સેન્ટીમીટર અંદરના ભાગે ઇલેક્ટ્રિક વાયરનું ગૂંચળું જોવા મળ્યું હતું. જેના પગલે લઘુશંકા નહીં ઊતરવાની સાથે ઇન્દ્રિયમાં લોહીના ગઠ્ઠા પણ જામી ગયા હતા. એટલું જ નહીં જો વધુ મોડું કરવામાં આવ્યું હોત તો ઇન્ફેક્શન થવાનું અને નળી બ્લોક થવાની ઇન્દ્રિયની નળી સંકોચાઈ જવાની તેમ જ ગેંગરીન થવાની ભીતિ પણ સેવાઈ રહેલી હતી.’
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.