Employees were demanded to get benefits on government basis

પાટણ જિલ્લા ઓસામ કર્મચારી મહામંડળ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપરત કરાયું…

સરકારી કચેરીઓ, બોર્ડ નીગમ અને એજન્સીઓમાં કામ કરતા કર્મચારીઓને સરકારી ધોરણે લાભો મળે તેવી માંગ કરાઈ..

પાટણ જિલ્લા ઓસામ કર્મચારી મહામંડળ પાટણ દ્વારા શનિવારના રોજ પાટણ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ, બોર્ડ કચેરીઓ,નિગમ કચેરીઓ અને એજન્સીઓમાં કામ કરતા કાયમી ફિક્સ પગાર તેમજ આઉટસોર્સિંગ કર્મચારીઓની પડતર માંગણીઓને લઇને જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપરત કરવાનો કાર્યક્રમ શનિવારના રોજ આયોજીત કરવામાં આવ્યો હતો.

પાટણ જિલ્લા ઓસામ કર્મચારી મહામંડળ પાટણ દ્વારા શનિવારના રોજ જિલ્લા કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું હતું કે પાટણ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ, બોર્ડ કચેરીઓ,અને નિગમમાં તેમજ વિવિધ એજન્સીઓ માં કામ કરતા કાયમી તેમજ ફિક્સ પગાર દારો, આઉટસોર્સિંગ કર્મચારીઓને જૂની પેન્શન સ્કીમ લાગુ પડે તે માટે તેમજ ફિક્સ વેતનથી આઉટ સોર્સિંગ વેતન દ્વારા જે કર્મચારીઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે છે.

તેઓને સરકારના ધારાધોરણ મુજબ લઘુતમ વેતન મળે, નગરપાલિકા કે અન્ય ઓફિસોમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતા કર્મચારીઓને યોગ્ય વૈજ્ઞાનિક સાધનો પૂરા પાડી તેઓની સુવિધા અને અને તેઓના યોગ્ય પગાર ના ધોરણ મળે તે માટે તેમજ આઉટસોર્સિંગ એજન્સી પોતાની મનમાની કરી કર્મચારીઓને પગાર કે અન્ય રીતે શોષણ ન કરે તેની તકેદારી રાખવા સાથે યોગ્ય ન્યાય પૂર્ણ કામગીરી ન કરતાં શાખા અધિકારી કે તે તાબાના અધિકારી કૈ એજન્સી વિરુદ્ધ કાયદા અનુસાર કાર્યવાહી કરવાની માંગ સાથે ઓસામ કર્મચારી મહામંડળ પાટણ દ્વારા જિલ્લા કલેક્ટરને અપાયેલા આવેદન પત્રમાં રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું.જો આ બાબતે પ્રશાસન દ્વારા યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઓસામ કર્મચારી મહામંડળ પાટણ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024