Fire staff recruitment

પાટણ આર્ટસ કોલેજ સ્પોર્ટ્સ સંકુલ ખાતે ગાંધીનગર અને અમદાવાદ ફાયર સ્ટાફ માટે શારીરિક ક્ષમતા કસોટી પરીક્ષા નો શનિવારના રોજ થી પ્રારંભ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.


પ્રથમ દિવસે ગાંધીનગર ઝોનની 6 નગરપાલિકાના 800થી વધુ ઉમેદવારો પોતાની શારીરિક ક્ષમતા ની પરીક્ષા આપી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.સ્વિમિંગ, ઊંચી કૂદ, લાંબી કુદ, 50 મીટર હોસ પાઈપ દોડ,400 મીટર દોડ, મેડીકલ, તેમજ રસ્સાચડ જેવી શારિરીક ક્ષમતા કસોટી ની પરીક્ષા યોજાઈ હતી.

શારીરિક શિક્ષણ નિયામક ની કચેરી ગાંધીનગર અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આર્ટસ કોલેજ ના ગ્રાઉન્ડ ખાતે આજથી 2 દિવસ ગાંધીનગર અને અમદાવાદ ઝોન ની જુદી-જુદી નગરપાલિકા ની ફાયર સ્ટાફ ની ભરતી માટે શારીરિક ક્ષમતા કસોટી ની પરીક્ષા ના પ્રથમ દિવસે ગાંધીનગર ઝોનની પાટણ, મહેસાણા , પાલનપુર,મોડાસા માણસા, હિંમતનગર એમ 6 નગરપાલિકા ની ફાયર સેફટી માટે 800 થી વધુ ઉમેદવારો આવ્યા હોવાનું યુનિવર્સિટી શારિરીક શિક્ષણ વિભાગ ના હેડ ડો. ચિરાગ પટેલે જણાવ્યું હતું.

પાટણ આર્ટસ કોલેજ ગ્રાઉન્ડ ખાતે આજથી ગાંધીનગર અને અમદાવાદ ઝોન ની પાટણ,મહેસાણા,પાલનપુર ,મોડાસા માં માણસા, હિંમતનગર ની ફાયર સ્ટાફ ભરતી માટે 400 ઉમેદવારો એ સ્વિમિંગ, ઊંચી કૂદ, લાંબી કુદ, 50 મીટર હોસ પાઈપ દોડ,400 મીટર દોડ, મેડીકલ, તેમજ રસ્સાચડ જેવી શારિરીક ક્ષમતા કસોટી ની શારીરિક પરીક્ષા આપી હોવાનું તેઓએ જણાવ્યું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024