ગર્લફ્રેન્ડે છોડ્યો સાથ : ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર બ્રોડને ભારત વિરૂદ્ધ રમવુ પડ્યુ ભારે
ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે ભારત વિરૂદ્ધ બીજી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરી ટીમને મેચ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બ્રોડે બન્ને ઇનિંગમાં મળીને 5 વિકેટ ઝડપી હતી. જોકે, ટીમ ઇન્ડિયા વિરૂદ્ધ તેનું રમવુ મોંઘુ પડી ગયુ છે. બ્રોડની ગર્લફ્રેન્ડે તેનો સાથ છોડી દીધો છે.
બ્રોડની ગર્લફ્રેન્ડે છોડ્યો સાથ
સ્ટુઅર્ટ બ્રોડની ગર્લફ્રેન્ડ અને જાણીતી સિંગર મોલી કિંગે તેની સાથે પોતાના સબંધને પૂર્ણ કરી દીધા છે. 30 વર્ષની મોલીએ બ્રોડ સાથે 5 મહિના જૂના સબંધને પૂર્ણ કરવા પાછળ તેના વ્યસ્ત ક્રિકેટ કાર્યક્રમને ગણાવ્યો છે. આ જોડીએ એક બીજાને સોશિયલ મીડિયા પર પણ અનફોલો કરી દીધી છે. બન્ને વ્યસ્ત કાર્યક્રમને કારણે એક બીજા માટે સમય કાઢી શકતા નહતા.
મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં મોલીએ ખુલાસો કર્યો હતો કે આ સબંધ પહેલા તે સ્ટુઅર્ટ બ્રોડની મિત્ર હતી. આ દરમિયાન તેને કહ્યું હતું કે અમે લોકો શરૂઆતના દિવસોમાં કેટલીક ડેટ્સ પર પણ ગયા અને તે દિવસો ઘણા શાનદાર હતા. તે ઘણો સારો વ્યક્તિ છે. અમે બન્ને એક બીજાને કેટલાક વર્ષોથી ઓળખીએ છીએ, જોકે, મને એ યાદ નથી કે અમે કઇ રીતે એક બીજાને મળ્યા હતા. હું આસાનીથી તેના પ્રેમમાં પડી ગઇ હતી.’આ સિવાય મોલીએ પોતાના વિશે જણાવ્યુ હતું કે અવાર નવાર હું પોતાની કરિયર અને પ્રેમને લઇને કરવામાં આવેલા નિર્ણય માટે દિલનો સહારો લઉં છું.