Anil Vij
કોરોનાની વેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજ (Anil Vij) વોલેન્ટિયર બન્યા હતા. ગૃહમંત્રી અનિલ વિજ કોરોનાથી સંક્રમિત થયા છે. શનિવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અનિલ વિજે ટ્વીટ કરી જણાવ્યું કે, તે કોરોના પોઝિટિવ છે અને અંબાલા કેંટની એક સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. તેમના સંપર્કમાં આવેલા લોકો પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે.
I have been tested Corona positive. I am admitted in Civil Hospital Ambala Cantt. All those who have come in close contact to me are advised to get themselves tested for corona.
— ANIL VIJ MINISTER HARYANA (@anilvijminister) December 5, 2020
અનિલ વિજે ખુદ કોરોના વેક્સિનની ટ્રાયલ માટે વોલેન્ટિયર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 20 નવેમ્બરે હરિયાણામાં કોવાક્સિનની ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ થઈ હતી. આ દરમિયાન અનિલ વિજે રસી લગાવી હતી.
આ પણ જુઓ : ગુજરાતમાં કોરોના વેક્સિનેશન માટે ટાસ્કફોર્સની રચના કરવામાં આવી
હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે ટ્વીટ કરીને કહ્યુ, ગૃહમંત્રીજી, તમારા કોરોના સંક્રમિત થવાના સમાચાર મળ્યા. મને વિશ્વાસ છે કે તમે પોતાની દ્રઢશક્તિથી આ બીમારીને જલદી માત આપશો. ઈશ્વરને તમારા જલદી સાજા થવાની પ્રાર્થના કરુ છું.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.