જિયોફોન ૩ ફીચર્સ
જિયોફોન 3માં 5 ઇંચની ટચ સ્ક્રીન ડિસ્પ્લે મળશે. જિયોફોન 3માં 2 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ મળશે. તે સિવાય ફોનની મેમરી એક્સપાન્ડેબલ હશે.

જિયોફોન 3માં એન્ડ્રોઇડ ઓરિયો 8નું ગો વર્ઝન આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, એન્ડ્રોઇડ ગો વર્ઝન ઓછી રેમ અને સ્ટોરેજ સ્માર્ટફોન માટે સારી ઓપરેટિંગ સિસ્ટમ છે. તે સિવાય ગૂગલના ઘણા લાઇટ એપ્સ પણ મળશે.
જિયોફોન 3માં કંપની 5 મેગાપિક્સલનો રિઅર અને 2 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપી શકે છે.

જિયોફોન 3ની કિંમત રિપોર્ટ્સ અનુસાર, 63 ડોલર અર્થાત્ અંદાજે 4500 રૂપિયા હોઇ શકે છે. જીયો ફોન 3નું પ્રી-બુકિંગ જુલાઇ 2019થી શરૂ થશે અને ફોનની ડિલિવરી ઓગસ્ટ મહિનામાં શરૂ થશે. જો કે, જિયો કંપનીએ જીયો ફોન 3 અંગે સત્તાવાર કોઇ જાહેરાત નથી કરી.