આ ફોન એન્ડ્રોઇડ આધારિત ફ્લાઇમ 7 ઓએસ પર કામ કરશે. જેમાં 5.99 ઇંચ પૂર્ણ એચડી – સુપર એમોલેડ ડિસ્પ્લે હશે.

ચીનની સ્માર્ટફોન ઉત્પાદક મેઝુએ તેના ઘરેલુ બજારમાં Meizu Zero સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. લોન્ચ દરમિયાન, કંપનીએ એવો દાવો કર્યો છે કે આ સ્માર્ટફોન વિશ્વનો પહેલો એવો સ્માર્ટફોન છે, જેમાં ચાર્જિંગની કોઇ જગ્યા નથી અને હેડફોન માટે ઓડિઓ જેક પણ નથી. માત્ર એટલું જ નહીં, વોલ્યુમ બટન અને સિમ સ્લોટ માટે કોઈ જગ્યા નથી. સરળ રીતે કહીએ તો, આ સ્માર્ટફોનમાં એક પણ છિદ્ર નથી.

ચીનની સ્માર્ટફોન ઉત્પાદકો કંપનીએ સ્માર્ટફોનમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. મેઝુ (Meizu) દ્વારા લોન્ચ કરવામાં આવેલા આ ફોનમાં એ સ્પષ્ટ થઇ ગયુ છે કે ચીનની કંપનીઓને ટક્કર આપનાર ફોન હવે કોઇ અન્ય ફોનની નબળો નથી.

હવે તમારા મન પર એક વસ્તુ ચોક્કસ આવશે જ્યારે તેમા વોલ્યુમ બટન કે સિમ સ્લોટ નથી તો ફોન ચાર્જ કરવા કોઇ જગ્યા નથી તો કેવી રીતે થશે ચાર્જ…..ફોનનો અવાજ કેવી રીતે વધારવો અને સિમ માટે કઇ જગ્યાએ સ્લાઇડમાં જવું પડશે.

ફોનમાં પાવર માટે કોઇ અન્ય વોલ્યુમ બટન નથી, પરંતુ તેની બાજુમાં ટચ પેનલ આપેલી છે. જેની મદદથી વોલ્યૂમ ઓછુ કરી શકાય છે, સિમ સ્લોટની વાત કરીએ તો ફોન ઇસીઆઇએમ સપોર્ટ સાથે આવશે. આ ઉપરાંત, તેનું સ્પીકર ફોનના ડિસ્પ્લેમાં જ છે.

આ સમયે તેની શું કિંમત હશે એ વિશે કોઇ જાણકારી મળી નથી અને એ પણ માહિતી પ્રાપ્ત નથી થઇ કે આ ફોન વેચાણ માટે ક્યારે ઉપલબ્ધ થશે. ત્યા ભારતમાં ક્યારે લોન્ચ થશે એ વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.

તેના સ્પષ્ટીકરણ વિશે વાત કરીએ તો, આ ફોન એન્ડ્રોઇડ આધારિત ફ્લાઇમ 7 ઓએસ પર કામ કરશે, જેમાં 5.99-ઇંચની પૂર્ણ એચડી + સુપર એમોલેડ ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 1080×2160 પિક્સેલ્સ છે. આ ફોનમાં સ્નેપડ્રેગન 845 પ્રોસેસર સાથે એડ્રેનો 630 જીપીયુ આપવામાં આવ્યું છે.

કેમેરા વિશે વાત કરીએ તો, રિયર 12 મેગાપિક્સલ અને 20 મેગાપિક્સલનો ડ્યુઅલ કેમેરા સેટઅપ છે, જેની સૌથી મહત્વની વાત એ છે કે તેમાં ટેલિફોટો લેન્સ છે. સેલ્ફી માટે, 20-મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો અને ફેસ અનલોક સુવિધા છે.