rajkot gas bottle price

દેશમાં દિન પ્રતિદિન મોંઘવારીનુ પ્રમાણ વધતુ જાય છે અને તમામ ચીજ વસ્તુઓ ના ભાવોમા ઉતરોત્તર વધારો થઈ રહયો છે ખાદ્ય પદાર્થ હોય કે જીવન જરૂરિયાત ની વસ્તુઓ, ભાવો આસમાને ચડી ગયા છે મોંઘવારીએ પણ માજા મુકી છે ગરીબ અને મધ્યમ પરીવારની કમર તુટી ગઈ છે.

બે વર્ષ કોરોના મહામારીએ લોકોની કમર તોડી નાંખી ધંધો, વેપાર રોજગારમા ભારે અસર કોરોના કાળમા ગરીબ પરીવાર અને મધ્યમ પરીવાર પોતાના અને પોતાના સ્વજનો ના આરોગ્યમા ભારે હેરાન પરેશાન થઈ ગયેલ. ત્યા ફરી આવી મોટી આફત મોંઘવારીની આ દિવસે ને દિવસે વધતી મોંઘવારીએ ફરી સામાન્ય ગરીબ વર્ગ ના પરીવાર મા ચિંતા વધારી ખાદ્ય તેલ અન્ય ચીજવસ્તુઓ તથા ઘર વપરાશ મા આવતા ગેસમા કમરતોડ ભાવ વધારો આવતા ગરીબ પરીવાર હેરાન પરેશાન થયા.

ઘર વપરાશ ના ગેસ ના બાટલા મા વધારો થતા ધોરાજીની કૈલાશ નગર મા રહેતી મહિલાઓ એ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી સરકાર એક સમયે યોજના ઓ મફત મા ગેસ ના બાટલા આપ્યા બાદ લોકોએ દેશી ચુલા બંધ કર્યા અને ગેસ ના બાટલા નો ઉપયોગ કરવા માંડ્યા તો દિન પ્રતિદિન ભાવો મા ઉતરોત્તર વધારો થતો અને રસોઈ પણ મોંઘીદાટ થતી ત્યારે મહિલાઓ મા રોષ જોવા મળ્યો જેથી એક દિવસમા પચાસ રૂપિયાનો વધારો જીંકી દેતા સામાન્ય માણસોની મુશ્કેલી એટલે આર્થિક મુશ્કેલી,સામાન્ય વસ્તુના ભાવમાં વધારો આવે તો પણ ગૃહિણીનું બજેટ ખોરવાઈ જાય છે, ત્યારે જીવન જરૂરિયાતની વસ્તુ કે રાંધણગેસ ના ભાવમાં દિવસે ને દિવસે વધારો થતા ગેસ ના બાટલાના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે સામાન્ય આવકમાં ગૃહિણીઓ ઘર કેમ ચલાવી શકે? ધોરાજી ની સ્થાનીક મહિલાઓએ ગેસ ના બદલે દેશી ચુલ્લા પર રસોઈ કરીને અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024