સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના એક ગામમાં ભાઈ સાથે બજારમાં શાકભાજી લેવા ગયેલી 16 વર્ષની છોકરીને યુવક ભગાડી ગયો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર યુવાન સગીરાને રાજસ્થાનના ભામટી ગામનો યુવક લગ્નની લાલચ આપી પેસેન્જર જીપમાં બેસાડીને ભાગી જતાં પિતાએ વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
દીકરીને ભગાડી જતા પિતાએ વિજયનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી
પિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમની સગીર વયની દીકરી તેના ભાઈ સાથે બાઈક પર આશ્રમ ખાતે શાકભાજી ખરીદવા ગઈ હતી પરંતુ ભાઈ એકલો જ ઘરે પરત ફરતા પરિવારે બહેન ક્યાં છે તેવી પૂછપરછ કરી હતી. ત્યારે ભાઈએ જણાવ્યું કે, પાંચે વાગ્યે આશ્રમ બજારમાં બંને શાકભાજી લેતા હતા તે વખતે રાજસ્થાન ભામટી ગામનો લલિત બદસિંહ ખરાડી બહેનને લગ્ન કરવાની લાલચ આપી દબાણ કરી એક પેસેન્જર જીપમાં બેસાડી ભાગી ગયો હતો.
‘તું કે તારો પરિવારે છોકરીને લેવા આવશો તો બધાને જાનથી મારી નાખીશ’
એટલું જ નહીં, ભાઈએ પરિવાર સામે એવો પણ ખુલાસો કર્યો કે, બહેનને ભગાડી જનારા યુવકે તું કે તારો પરિવાર છોકરીને લેવા આવશો તો તને તથા તારા પરિવારને જાનથી મારી નાખીશ એવી ધમકી પણ આપી હતી. સમગ્ર મામલે અપહરણ કરનારા લલીત સામે ફરિયાદ નોંધીને શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
- પાટણ: રાધનપુર પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે બાઈક ચોર ને ઝડપી પાડયો
- પાટણ : ગાડીને નુકશાન કરવાનો વહેમ રાખી ગેસ વેલ્ડીંગવાળા ઉપર કરાયો જીવલેણ હુમલો.
- પાટણ શહેરમાં વધુ એક ડિગ્રી વગર નો ડૉકટર? પોલીસે આરોગ્ય વિભાગની ટીમ સાથે ક્લિનિકમાં રેડ કરી.
- પાટણ 140મી રથયાત્રા : મંદિર પરિસર ખાતે રંગરોગાન,રથોની સફાઈ તેમજ રોશની નો ઝગમગાટ સજાવવાની કામગીરી શરૂ કરવામાં આવી.
- પાટણ: સાંતલપુર તાલુકાના સીધાડા ગામ ખાતે એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારી