Facebook India
ફેસબુક ઈન્ડિયા (Facebook India) અને એશિયાના પોલીસી ડાઈરેક્ટર આંખી દાસએ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, કે તેમને ફેસબુક અને ટ્વિટર પર ધમકી મળી રહી છે. આ સાથે જ ફોન ઉપર પણ મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.
આંખી દાસે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે 14 ઓગસ્ટ બાદથી તેમને ધમકીઓ મળી રહી છે. તેમણે પોતાની ફરિયાદમાં 5-6 લોકોના નામ પણ નોંધાવ્યાં છે. ફરિયાદ મળ્યા બાદ દિલ્હી પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી દીધી છે.
49 વર્ષીય અંખી દાસની ફરિયાદ તે રિપોર્ટ બાદ નોંધવામાં આવી છે જેમાં સોશિયલ મીડિયા કંપનીની અધિકારી પર કથિત રીતે આરોપ છે કે તેઓએ સાંપ્રદાયિક આરોપોવાળી પોસ્ટ મૂકવાના મામલામાં તેલંગાનાના એક બીજેપી ધારાસભ્ય પર સ્થાયી પ્રતિબંધને રોકવા સંબંધી આંતરિક પત્રમાં દખલ કરી હતી.
નોંધનીય છે કે, વૉલ સ્ટ્રીટ જર્નલમાં શુક્રવારે પ્રકાશિત અહેવાલમાં ફેસબુકમાં કામ કરનારાઓના ઇન્ટરવ્યૂનો ઉલ્લેખ કરતાં ઉપરોક્ત દાવો કરવામાં આવ્યો છે.
અખબારના આર્ટિકલને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ પણ શેર કર્યો. રાહુલ ગાંધીએ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર આરોપ લગાવ્યો કે તેઓ ભારતમાં ફેસબુક અને વોટ્સએપને પોતાની રીતે ચલાવે છે અને પોતાના એજન્ડા સાધી રહ્યાં છે.
જો કે ફેસબુકના પ્રવક્તાએ આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે ફેસબુક પોતાના નિયમો મુજબ હેટ સ્પીચ જેવા મટિરિયલવાળી પોસ્ટને કોઈ પણ રાજકીય દબાણ કે ભેદભાવ વગર તરત હટાવી દે છે. સમગ્ર દુનિયામાં ફેસબુકની આ જ પોલીસી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.