13 વર્ષથી નાના બાળકોનો ફેસબુક યૂઝ સુરક્ષિત બનાવવા ફેસબુક લોન્ચ કરી હતી Messenger Kids app
ફેસબુક એપની સાથે કંપનીની મેસેન્જર એપ પણ યૂઝર્સમાં ખૂબ પોપ્યુલર છે. આ એપનો યૂઝ ફ્રેન્ડ્સ સાથે ચેટ કરવા માટે થતો હોય છે. ડિસેમ્બર 2017માં મેસેન્જરે બાળકોને ધ્યાનમાં રાખીને મેસેન્જર કિડ્ઝ એપ લોન્ચ કરી હતી. બાળકો અને કિડ્સ એક્સપર્ટ તથા એનજીઓ સાથે વાતચીત કરીને ફેસબુકે આ એપ ડિઝાઇન કરી હતી.
બાળકોની મેસેન્જર કિડ્ઝ એપ
આ એપને 13 વર્ષથી નાની ઉંમરના બાળકોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. જેનો ઉદ્દેશ્ય બાળકોને સુરક્ષિત રીતે પરિવાર અને મિત્રો સાથે મેસેજ અને વીડિયો ચેટમાં મદદ કરવાનો છે. બાળકોની સેફ્ટી માટે આ એપને બાળકોના પેરેન્ટ્સ પોતાના ફેસબુક એકાઉન્ટથી કંટ્રોલ કરી શકે છે. હાલમાં ફેસબુકે કિડ્ઝ મેસેન્જર એપમાં નવું ફીચર ‘સ્લીપ મોડ’ એડ કર્યું છે. આ ફીચરની મદદથી સેટ કરેલા ટાઇમ સિવાય બાળકો એપ યૂઝ નહીં કરી શકે. આ ફીચરને એટલે એડ કરવામાં આવ્યું છે કે, જેથી પેરેન્ટ્સ પોતાના બાળકોની એક્ટિવિટી પર નજર રાખી શકે. આ નવું ફીચર એક્ટિવ થતાં જ બાળકો ક્રિએટિવ કેમેરા યૂઝ નહીં કરી શકે. તે સિવાય તેમને કોઇ નોટિફિકેશન્સ પણ નહીં મળે. સ્લીપ મોડ એક્ટિવ થયા પછી બાળકો મેસેજ સેન્ડ અને રીસિવ નહીં કરી શકે. સાથે જ તેઓ વીડિયો કોલ પણ નહીં કરી શકે.
મેસેન્જરમાં કેવી રીતે ઓન કરશો સ્લીપ મોડ
મેસેન્જર એપમાં સ્લીપ મોડને ઓન કરવા માટે પેરેન્ટ્સે સૌથી પહેલા પોતાનું ફેસબુક ઓપન કરવું પડશે પછી Messenger Kids કંટ્રોલ પર જવાનું રહેશે. બાદમાં એપ કંટ્રોલ ઓપ્શનમાં જઇને Sleep Mode પર ક્લિક કરો. હવે તેમાં એ ટાઇમ સેટ કરો જેમાં તમે ઇચ્છો છો કે તમારા બાળકો મેસેન્જર એપ યૂઝ ન કરે. અહીં વીકેન્ડ અને વીકડેઝ માટે અલગ-અલગ ટાઇમ સેટ કરી શકાય છે. સ્લીપ મોડ ઓન-ઓફ સિવાય પેરેન્ટ્સ કોઇ પણ કોન્ટેક્ટ સાથે બાળકના એકાઉન્ટને કનેક્ટ કરવાની સાથે હટાવી શકે છે. સાથે જ પેરેન્ટ્સ Control Panel એકાઉન્ટને ડિલીટ પણ કરી શકે છે.