ફેસબુકે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં 2.2 અબજ ફેક એકાઉન્ટ હટાવ્યાં છે. જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. આ પહેલાંના ક્વાર્ટરમાં ઓક્ટોબર-ડિસેમ્બર માં 1.2 અબજ ફેક ખાતા હટાવ્યા હતા. વિશ્વભરમાં ફેસબુકના મંથલી એક્ટિવ યુઝર્સની સંખ્ય 2.38 અબજ છે. એવામાં 2.2 અબજ ખાતાઓ હટાવવા એક મોટું પગલું છે. ડેટા શેરિંગ અને ફેક એકાઉન્ટ્સને લઈને ઘણા દેશોમાં ફેસબુકની નિંદા થઈ રહી છે. અનેક સરકારોએ તેના વિરૂદ્ધ કાર્યવાહી પણ કરી છે.

ફેસબુકના ત્રીજા કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ રિપોર્ટમાં નકલી ખાતા પર કાર્યવાહીની જાણકારી આપી છે. કંપનીના જણાવ્યા મુજબ હવે આ રિપોર્ટ વર્ષમાં 4 વખત જાહેર કરવામાં આવશે. આ પ્રકારની રિપોર્ટ ઈન્સ્ટાગ્રામને લઈને પણ જાહેર કરવામાં આવ્યાં છે.

ઝુકરબર્ગે ફેસબુકને નાની નાની કંપનીઓમાં વહેંચવાની માગને ફગાવી દીધી છે

 ફેસબુકના સીઈઓ ઝુકરબર્ગે કહ્યું હતું કે કંપનીને વેચવાથી તે સમસ્યાઓનું સમાધાન નહીં થાય જે હાલ સોશિયલ મીડિયાની સામે પડકારરૂપ છે. તેમનું કહેવું છે કે કંપની સફળ છે, આ કારણે જ યુઝર્સની સુરક્ષા અને સુવિધા માટે પગલાં લેવામાં આવી રહ્યાં છે. નકલી ખાતા, આપત્તિજનક કન્ટેટને ખતમ કરવાની વાત પ્રાથમિકતાઓમાં સામેલ છે. 

ઝુકરબર્ગના જણાવ્યા મુજબ યુઝર્સની સુવિધા માટે કંપની આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ લાગુ કરશે. એક સ્વાયત્ત બોર્ડ પણ બનાવવામાં આવશે જે કોર્ટની જેમ લોકોની સમસ્યાઓનું સમાધાન કરશે. તેનો નિર્ણય અંતિમ માનવામાં આવશે. ઝુકરબર્ગનું કહેવું છે કે સોશિયલ મીડિયાની સૌથી મોટી કંપની આજે પણ ગૂગલ છે.

યુઝર્સની ફરિયાદોનું સમાધાન માટે વ્હાઈટ હાઉસ તરફથી વેબસાઈટ લોન્ચ કરવા અંગેના સવાલ પર ઝુકરબર્ગે કહ્યું કે તેઓ લોકોની પ્રાઈવેસીનું સન્માન કરે છે અને તેના માટે એડવાઈઝરી બોર્ડની રચના કરવા જઈ રહ્યાં છે.

યુઝર્સના ડેટા ગેરકાયદેસર તરીકે શેર કરવાના મામલે ન્યૂયોર્કના એટોર્ની જનરલે ફેસબુક વિરૂદ્ધ તપાસ શરૂ કરી દીધી છે. કંપની વિરૂદ્ધ આ ત્રીજી તપાસ છે. કેનેડા અને આયરિશ સરકારે પણ ડેટા લીક મામલે તપાસની જાહેરાત કરી છે.

ફેસબુકના વાઇસ પ્રેસિડન્ટ જસ્ટિન ઓસોફસ્કીનું કહેવું છે કે હેટ સ્પીચને રોકવાનું કામ સૌથી મોટું પડકારજનક છે. અત્યાર સુધી કંપની એવી કોઈ સિસ્ટમ નથી બનાવી શકે જેનાથી આ પ્રકારના કન્ટેટને રોકી શકાય. જો કે પાયલટ પ્રોગ્રામ ચલાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત હેટ સ્પીચનો રિવ્યૂ કરાશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.