ઉદ્યોગપતિશ્રી કરસનભાઇ પટેલ અને શ્રી બેબાભાઇ શેઠના આર્થિક સહયોગથી શરૂ કરાઇ નવી સુવિધા

કોરોના વાયરસનું સંક્રમણ વધતા કોરોના દર્દીઓને દાખલ કરવા માટે બેડ સહિતની સુવિધાઓની જરૂરિયાત ઊભી થઇ છે. પાટણ જિલ્લામાં અત્યારે ધારપુર ખાતે ર૫૦ બેડની સુવિધા ઉપલબ્ધ છે. આ સાથે ધારપુર કેમ્પસમાં નવા ર૦ ઓક્સિજન બેડની સુવિધા શરૂ કરીને કોરોનાના દર્દીઓને સારવાર માટે દાખલ કરવાની શરૂઆત કરવામાં આવી છે.

ધારપુર મેડીકલ કોલેજ કેમ્પસમાં આવેલ એક્ઝામીનેશન સેન્ટરમાં ઓક્સિજનની સગવડયુક્ત ર૦ બેડની વ્યવસ્થા કરીને થોડાક ગંભીર દર્દીઓની સારવાર કરવાની શરૂઆત કરવામાં આવી છે. નિરમા ઇન્ડસ્ટ્રીના માલિકશ્રી કરશનભાઇ પટેલ અને પાટણના ઉદ્યોગપતિશ્રી બેબાભાઇ શેઠે કોરોના મહામારીના સમયમાં કોરોનાના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે એ માટે આ નવી સુવિધા શરૂ કરવા ર૫-૨૫ લાખ રૂપિયાનું આર્થિક અનુદાન આપ્યું છે. આ કોરોના વોર્ડમાં અત્યારે ૪ મેડીકલ ઓફિસર, ર કન્સલટન્ટ ડોકટર, ૧૧ નર્સીંગ સ્ટાફ અને ૧૦ સફાઇ કર્મચારીઓ સેવા બજાવી રહ્યા છે. આગામી થોડાક જ દિવસોમાં આ સુવિધામાં વધારો કરીને ૧૨૦ ઓક્સિજન બેડની વ્યવસ્થા કરવામાં આવશે.

ધારપુર ખાતે શરૂ કરવામાં આવેલ આ નવી સુવિધાનું નિરીક્ષણ જિલ્લા કલેકટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીએ રૂબરૂ કર્યું હતું અને કોરોના સંક્રમિત દર્દીઓને અહીં સારી સારવાર ઉપલબ્ધ થશે એવી આશા વ્યક્ત કરી હતી. આ નવા વોર્ડની શરૂઆત વખતે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેકટરશ્રી એન.ડી.પરમાર, મદદનીશ કલેકટરશ્રી સ્વપ્નિલ ખરે, ધારપુર મેડીકલ કોલેજના ડીનશ્રી ડો.યોગેશાનંદ ગોસાઇ, મેડીકલ સુપ્રિટેન્ડન્ટશ્રી ડો.મનિષ રામાવત, રેસિડેન્શિયલ મેડિકલ ઓફિસરશ્રી ડો.હિતેશ ગોસાઇ તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના શ્રી વિજયભાઇ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024