Delhi

Delhi

કેન્દ્ર સરકારે ખેતીને લગતા ત્રણ નવા કાયદા અમલમાં લાવતા પંજાબ, હરિયાણા અને ચંડીગઢ ખેડૂતો દ્વારા છેલ્લા મહિના દોઢ મહિનાથી વિરોધ આંદોલનનો હજુ પણ યથાવત છે. મોદી સરકારે સ્પષ્ટ શબ્દોમાં જાહેર કરી દીધું હતું કે આ કાયદા પાછા નહીં ખેંચાય. આ કાયદા ખેડૂતોના હિતમાં ઘડવામાં આવ્યા છે.

જે મામલે આજે કારતકી એકાદશી (દેવદિવાળી)ના સપરમા દિવસે દિલ્હી (Delhi) માં હજારો ખેડૂતોએ હલ્લા બોલ કર્યું હતું. વહેલી સવારથી ખેડૂતો દિલ્હીમાં આવવા લાગ્યા હતા. પોલીસે કેટલાક માર્ગો ટ્રાફિક માટે બંધ કરી દેવા પડ્યા હતા.

આ પણ જુઓ : સંશોધકો મુજબ 70 ટકા લોકોએ સતત માસ્ક પહેરી રાખ્યો હોત તો કોરાના કાબૂમાં રહેત

પરિસ્થિતિ કાબુ બહાર ન જાય એટલા માટે પોલીસ ડ્રોન દ્વારા આ વિશાળ મોરચા પર નજર રાખી રહી હતી. વધુ લોકોને દિલ્હી તરફ આવતાં રોકવા પોલીસે દિલ્હીમાં પ્રવેશવાના તમામ માર્ગો પર મોટી પોલીસ ટુકડીઓ ગોઠવી દીધી હતી. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024