તેરવાડા સબ સ્ટેશને ખેડૂતો રજુઆત કરવા પહોંચ્યા. લાઈટનો સમય બદલાતા ખેડૂતોમાં રોષનો માહોલ. દિવસની જગ્યા એ રાત્રે લાઈટ આપતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી.
ખેડૂતોને જાણ કર્યા વિના લાઈટનો સમય બદલાયો
વીજ કંપની દ્વારા દીવસે વીજળી આપવાની વાત હતી ત્યારે અચાનક જ રાત્રી સમયે વીજળી આપતાં ખેડૂતો ની હાલત કફોડી બની હતી.
શિયાળા ની કડકડતી ઠંડીમાં ખેડૂતો ને પાક બચાવવા માટે રાત્રી દરમિયાન ખેતરમાં પાણી પાવા માટે મજબૂર બનતા બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના વખા સબ સ્ટેશન પર ખેડૂતોએ ઘેરાવ કરીને રોષ વ્યકત કર્યો હતો.
દિયોદર અને કાંકરેજ વિસ્તાર ના 6 ગામો ના ખેડૂતો 220 કેવી સબ સ્ટેશન પોહચી વિરોધ દર્શાવ્યો હતો. વીજ કંપનીના કર્મચારીઓ ની મનમાની સામે આવતા કાંકરેજ અને દિયોદર તાલુકાના ખેડુતો રોષે ભરાયેલા જોવા મળ્યા હતા.