Farmers Protest
સરકારના નવા કૃષિ બિલને લઇ ચાલી રહેલા ખેડૂતોના કિસાન આંદોલન (Farmers Protest) નો આજે 17મોં દિવસ છે. જયારે ખેડૂતોએ આજે દિલ્હીને જોડનારા રસ્તાઓને જામ કરવાનો નિર્ણય લીધો છે. ખેડૂતોની છઠ્ઠા રાઉન્ડની વાતચીત પણ નિષ્ફળ રહી હતી. જેથી 12 અને 14 ડિસેમ્બરે ખેડૂતો કંઈક મોટું કરવાના છે.
12 ડિસેમ્બર એટલે કે આજે ખેડૂતો દિલ્હી-જયપુર હાઈવેને જામ કરવાના છે. ઉપરાંત ખેડૂતોએ આજે દિલ્હી-આગ્રા એક્સપ્રેસ વેને પણ બંધ કરવાની જાહેરાત કરી છે. આ સિવાય ખેડૂતો દેશના બધા ટોલ પ્લાઝાને પણ ફ્રી કરાવશે. ખેડૂતોના આ આંદોલનને જોઈ દિલ્હીની આસપાસ આજે મોટી સંખ્યામાં પોલીસની તૈનાતી કરી દેવામાં આવી છે. પ્રદર્શનકારીઓ પર ડ્રોનથી નજર રાખવામાં આવશે.
આ પણ જુઓ : મહારાષ્ટ્ર કેબિનેટ દ્વારા મહિલાઓ પરના જઘન્ય અપરાધોમાં ફાંસીની સજાની જોગવાઈ કરતા બિલને મંજૂરી
ગુરૂગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ અને ગૌતમબુદ્ધનગરમાં બધા નેશનલ હાઈવે પર મોટી સંખ્યામમાં પોલીસ તૈનાત કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે કોઈ પ્રકારની અપ્રિય ઘટનાની સ્થિતિમાં તે આપરાધિક કલમો હેઠળ કાર્યવાહી કરશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.