પોતાના પતિને ભુવા બડવા દ્વારા મારવાનો પ્રયત્ન નિષ્ફળ જતાં ગળુ દબાવી કરી હત્યા.
ફતેપુરા પીપલારા નદી નીચેથી મળેલી લાશનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા.
પ્રેમ સંબંધમાં પત્ની અને પ્રેમી દ્વારા તાંત્રિક વિધિ કરી મોતને ઘાટ ઉતારી દેવાના પ્રયત્ન નિષ્ફળ જતાં ગળુ દબાવીને કરી હત્યા.
ફતેપુરાથી આશરે એક કિલોમીટર આવેલ પીપલારા નદીના પુલ નીચે તારીખ- 02/02/2022 ના રોજ પીપલારા ગામની નદીના પુલ નીચે એક મૃત્યુદેહ હોવાની માહિતી મળતા જ તરત પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તપાસનો દોર શરૂ કર્યો હતો. ત્યારે મૃતકની ઓળખ કરતા ફતેપુરા તાલુકાના વલુન્ડા ગામના રમણભાઈ નાથાભાઈ બરજોડ ઉમર વર્ષ 45 ની જાણ થઈ હતી જ્યારે ફતેપુરા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો ત્યારે આ આત્મહત્યા છે કે હત્યા તેનું ચક્રમાન લગાવ્યું હતું.
ફતેપુરા તાલુકાના પીપલારા ગામે વલઈ નદીના પુલ નીચે એક અજાણ્યા ઇસમની લાશ પડી હોવાની વાત વાયુવેગે ફતેપુરા તાલુકામાં પ્રસરી ગઇ લાસને જોતા ફતેપુરાના વલુન્ડા ગામના રમણભાઈ નાથાભાઈ બરજોડ હોવાનું જાણવા મળ્યું હતું પ્રથમ કારણ અગમ્ય કારણોસર મોત થયેલું જાણવા મળેલું હતું પરંતુ ગણતરીના કલાકોમાં ફતેપુરા પીએસઆઇ સી બી બરંડાએ આરોપીઓને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
ફતેપુરા તાલુકાના વલુન્ડા ગામે રહેતા રેશમ રમણભાઈ બરજોડ કે જેઓ રમણભાઈ જોડે લગ્ન સંબંધથી જોડાયેલા હતા પરંતુ રેશમ ના સંપર્ક માં બોરીયા ભાઈ નરસિંહભાઈ પારગી સાથે એક વર્ષ પહેલા પ્રેમ સંબંધ બંધાયો હતો જેની જાણ રમણભાઈ ને થતાં ઘરમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતાં હતાં જેનાથી કંટાળી ને રમણભાઈને વચ્ચેથી હટાવી દેવા માટે પોતાની પત્ની કાવતરું રચ્યું હતું પોતાના પતિને મરાવી નાખવા માટે તેના પ્રેમીને સાથે રાખીને રાજસ્થાનના અબોલા ગામે ભૂવા પાસે મરાવી નાખવા માટે તાંત્રિક વિધિઓ કરાવી હતી પરંતુ ભુવા બડવા ના તાંત્રિક વિધિથી કોઈપણ પ્રકારની અસર ન થતા ડુંગરા ગામ ભૂવા પાસે વિધિ કરવાના બહાને રાકેશભાઈ ભીમાભાઇ દામા ના ઘરે બોલાવી તાંત્રિક વિધિ કરવા માટે જમીન ઉપર સુવડાવી ચાદર ઓઢાડી દેવામાં આવી હતી.
ત્યારબાદ ચીમનભાઈ હવજી ભાઈ બારીયા એ વિધિ શરૂ કરી આરોપી રેશમબેન તથા ચીમનભાઈ તથા રાકેશભાઈ એ હાથ પગ પકડી રાખ્યા હતા જ્યારે બોરીયા ભાઈ નરસિંહભાઈ પારગીએ ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો પુરાવાને નાશ કરવા માટે લાશનેડુંગરા ગામે થી મોટરસાયકલ ઉપર લઈને પીપલારા ગામે નદીના પુલ નીચે ફેંકી દેવામાં આવ્યો હતો ત્યારે ફતેપુરા પીએસઆઇ સી બી બરંડાએ કડકાઈથી તપાસ કરતા આરોપીઓને પકડીને ગુનાનો ભેદ ઉકેલી કાઢી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતો.