Father and daughter appeared for class 10 exam together

હાલમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે ચાલુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સાથે સાથે એક્સ વિદ્યાર્થીઓ કે નોકરિયાત વર્ગના ઉંમર લાયક લોકો પણ ભાષાકીય વિષયની કે જે તે નાપાસ વિષયની પરીક્ષા આપી રહ્યા છે. તો કેટલાક કેન્દ્રો પર પિતા- પુત્ર કે પુત્રી, સાસુ – વહુની જોડી બોર્ડની પરીક્ષા આપી રહ્યા હોય એવા કિસ્સા પણ નોંધાયા છે. ત્યારે બાલીસણાના શેઠ સી.વી.વિદ્યાલય કેન્દ્ર પર ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા સાથે આપનાર પિતા પુત્રી માટે આ પરીક્ષા એક યાદગાર સંભારણું બની રહી છે.

પાટણ જિલ્લામાં વર્ષો સુધી મીડિયા સાથે સંકળાયેલા ને હાલમાં પાલનપુર જિલ્લા માહિતી કચેરીમાં માહિતી મદદનીશ તરીકે ફરજ બજાવતા જીજ્ઞેશભાઈ નારાયણ ભાઈ નાયક અને તેમની પુત્રી ઝીલે આજે શેઠ સી.વી.વિધાલય, બાલીસણા કેન્દ્ર ખાતે અનુક્રમે હિન્દી અને સંસ્કૃત વિષયની પરીક્ષા એક સાથે આપી હતી. પિતા પુત્રીએ એકસાથે સ્કૂલમાં પરીક્ષા આપતાં પુત્રીની અન્ય સહેલીઓ અને શાળા પરિવારને પણ આશ્ચર્ય અને આનંદની લાગણી થઈ હતી. જીજ્ઞેશભાઈએ 1996માં શેઠ સી. વી. વિદ્યાલય બાલીસણા કેન્દ્ર પરથી રેગ્યુલર વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપી હતી. ત્યારબાદ 28 મી માર્ચે 27 વર્ષે ફરી એજ શાળામાં કે જ્યાં ભણ્યા હતા ને બોર્ડની પરીક્ષા આપી હતી એજ શાળામાં પરીક્ષા આપી જૂની યાદો વાગોળતાં પોતાના સંતાનોની ઉંમરના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા આપી હર્ષની લાગણી અનુભવી હતી.

પોતાની દીકરી સાથે એક જ વર્ષમાં આટલાં વર્ષે પરીક્ષા આપવાનો આ એક અનોખો અનુભવ રહ્યો એમ જણાવતાં જીજ્ઞેશભાઈએ કહ્યું કે, ઘર પરિવારના અન્ય સભ્યો અને સગા સંબંધીઓએ પણ પિતા પુત્રીમાંથી કોનું પેપર સારું ગયું છે એમ પૂછી મજાક કરી હતી. પરીક્ષામાં અમારા કલાસરૂમ જુદા હતા અને વિષય પણ જુદા હતા. જોકે પરીક્ષા આપવાની મજા આવી અને પેપર બહુ સરળ હતું અને આ પરીક્ષા જિંદગીભર યાદ રહેશે એમ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024