Kajal Maheriya
લોકગાયિકા કાજલ મહેરિયા (Kajal Maheriya) સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. થરાદ તાલુકાના કેસર ગામે લગ્ન પ્રસંગે ભીડ એકઠી કરવા બદલ ફરિયાદ કરાઈ છે. કેસર ગામે નાગજીભાઈ નાઈએ પોતાના પુત્રના લગ્નમાં કાજલ મહેરિયાને બોલાવી રાસગરબાનું આયોજન કરતા મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી.
થરાદ પોલીસે વરરાજા તેમજ તેના પિતા અને ગાયિકા કાજલ મહેરિયા સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે કાજલ મહેરિયા સામે નોંધાયેલો આ બીજો ગુનો છે.
આ પણ જુઓ : ઈન્ટર્ન ડોક્ટરોએ હડતાળ પાછી ખેંચી, સરકારએ સ્ટાઈપેન્ડ વધારાની આપી ખાત્રી
બે દિવસ પહેલા કાજલ મહેરિયા સામે વીસનગર તાલુકામાં ફરિયાદ નોંધાઈ હતી. મહેસાણાના વિસનગર તાલુકામાં લગ્ન પ્રસંગે ગીત ગાતો વીડિયો વાયરલ કર્યો હતો. કાજલ મહેરીયા સહિત 14 વ્યક્તિઓ સામે જાહેરનામા ભંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.