Assistant
ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર, ડ્રામા પ્રોડક્શન હાઉસનો માલિક વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી અદિતિ હોટલમાં રૂમ ભાડે રાખીને રહેતો. તેને પોતાની જ આસિસટન્ટ (Assistant) ને પગાર આપવાના બહાને બોલાવી તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. સયાજીગંજ પોલીસે આ અંગે ફિલ્મ પ્રોડ્યુસર સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતી યુવતી રાજમહેલ રોડ ઉપર આવેલી ડ્રામા પ્રોડકશન હાઉસમાં આસીસ્ટન્ટ (Assistant) તરીકેની પોસ્ટ માટે તા. ૧લી ઓગષ્ટના રોજ ઇન્ટરવ્યુ આપવા માટે ગઇ હતી. ઇન્ટરવ્યુમાં પાસ થતાની સાથે યુવતીએ તા.૪ના રોજથી નોકરીની શરૃઆત કરી હતી. પરંતુ કોઇ અગમ્ય કારણોસર તારીખ ૨૮મીના રોજ તેને નોકરી છોડી દીધી હતી.
દિપ પટેલ મૂળ છેલ્લા ત્રણેક વર્ષથી વડોદરાના કલાલી વિસ્તારમાં તેના પિતા સાથે રહેવા આવ્યો છે. તે નાની-મોટી ફિલ્મો પ્રોડ્યુસ કરવાનો વ્યવસાય કરે છે. તો એક મહિના પહેલા દિપ પટેલે આસિસટન્ટ (Assistant) તરીકે એક યુવતીને નોકરી પર રાખી હતી. મહિના સુધી આ યુવતી પાસે કામ કરાવ્યાં બાદ દિપ પટેલે તેણીને પગાર આપવાના બહાને સયાજીગંજ વિસ્તારમાં આવેલી અદિતિ હોટલમાં રાત્રીના સમયે બોલાવી હતી. જ્યાં દિપ પોતે રૂમ રાખીને ભાડે રહેતો હતો.
દિપે પગાર આપવાના બહાને યુવતીને રાત્રે 10 વાગ્યાની આસપાસ હોટલમાં બોલાવી રૂમમાં લઇ ગયો હતો. જ્યાં તેણે રૂમનો દરવાજો બંધ કરી યુવતી સાથે જબરદસ્તી કરી દુષકર્મ આચર્યું હતુ. આખી રાત રૂમમાં યુવતીને ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ યુવતી વહેલી સવારે રૂમનો દરવાજો ખોલીને ત્યાંથી ભાગી ગઇ હતી.
યુવતી ઉપર બે વાર બળાત્કાર ગુજાર્યો હતો. તેને આ અંગે સયાજીગંજ પોલીસ મથકમાાં ફરિયાદ નોંધાવતા પોલીસે દિપ પટેલ વિરૃધ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.