કંગના રનૌત (Kangana Ranaut) લગભગ દરેક વિવાદાસ્પદ મુદ્દે પોતાની વાત કહે છે. તેણે શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty)પતિ રાજ કુન્દ્રાના (Raj kundra)પોર્નોગ્રાફીના મામલામાં ખુલીને પોતાની વાત રાખી છે. તે ફરી એક વખત કોમેન્ટ કરીને વિવાદમાં આવી ગઈ છે. લોકો તેની કોમેન્ટ પર ઘણા રિએક્શન આપી રહ્યા છે.
કંગનાએ ઇંસ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું છે કે આ જ કારણ છે કે હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને ગટર કહું છું. દરેક ચમકતી વસ્તુ સોનું હોતી નથી, હું બોલિવૂડની અંદરની દુનિયાને બહાર લાવવા જઈ રહી છું. હું તેને પોતાની આગામી ફિલ્મ ‘ટીકૂ વેડ્સ શેરુ’માં બતાવવા જઈ રહી છું. ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીમાં આપણે મજબૂત વેલ્યૂ સિસ્ટમને સમજવાની જરૂર છે.
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા મુશ્કેલીમાં ફસાયા છે. રાજ કુન્દ્રાની 19 જુલાઇની રાત્રે ક્રાઇમ બ્રાંચે અશ્લિલ ફિલ્મો બનાવવા અને તેને મોબાઇલ એપ્લિકેશન પર પ્રકાશિત કરવા સાથે જોડાયેલા મામલામાં ધરપકડ કરીછે. ધરપકડ પછી 23 જુલાઇ સુધી ન્યાયિક હિરાસતમાં મોકલી આપ્યા છે.