Online franchise
- આજકાલ સાયબર ક્રાઈમ (cyber crime) તથા ઑનલાઈન ફ્રોડ (online fraud)ના કિસ્સા અવારનાર થતા જોવા મળે છે.
- લોકો સાથે ઑનલાઈન છેતરપિંડી થતાની ઘટના આપણાં સામે આવે છે.
- તો આવો જ એક કિસ્સો અમદાવાદ શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશન (Ahmedabad Airport Police Station)માં પણ નોંધાયો છે.
- એક વેપારીને (Online franchise) ફ્રેન્ચાઇઝી લેવા માટે ઓનલાઇન અરજી કરવી ભારે પડી.
- આ વેપારી ઠગબાજોની જાળમાં ફસાઈ જતા 99,999 રૂપિયા ખોયા છે.
- અમદાવાદના સરદારનગરમાં રહેતા વિનયભાઈ વરધાની કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
- તેમણે ગત 1 ફેબ્રુઆરીના રોજ નાગપુર ખાતે આવેલી હલ્દીરામ નમકીન કંપનીની (Online franchise) ફ્રેન્ચાઇઝી લેવા માટે ઓનલાઈન અરજી કરી હતી.
- તો એ જ દિવસે તેમને એક ફોન આવ્યો હતો.
- ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ દેવરાજકુમાર સિંગ જણાવ્યું હતુ
- તથા પોતે ફ્રેન્ચાઇઝી ડિવિઝનમાં બેસી તે વિભાગનું કામકાજ સંભાળતા હોવાનું જણાવ્યું હતું.
- ત્યારબાદ દેવરાજકુમાર સિંગ એ એક ફોર્મ ભરવાનું કહી ફોર્મ વોટ્સએપ પર મોકલી આપ્યું હતું.
- તેની સાથે એવું પણ જણાવ્યું હતું કે 99,999 રૂપિયા ભરવાના રહેશે.
- આ બાદમાં વિનયભાઈએ માર્ચ મહિનામાં આ નાણાં ભરી ફોર્મ ભર્યું હતું.
- આ થયા બાદમાં વિનયભાઈને ધ્યાને આવ્યું કે આવી કોઈ વ્યક્તિ આ કંપનીમાં કામ નથી કરતી
- તથા પોતે ઠગબાજોનો ભોગ બન્યા છે.
- તેથી તેમણે સાઇબર ક્રાઇમમાં આ અંગે અરજી આપીહતી.
- તો અરજી આપ્યા બાદ હવે એરપોર્ટ પોલીસે આ મામલે ગુનો નોંધી આ ટોળકી સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News