Surat
સુરત (Surat) માં આજકાલ મહિલાઓને પરેશાન કરવાના ગુનાઓ વધી રહ્યા છે. સુરતના મોટા વરાછાની પરિણીતાએ પૂર્વ પ્રેમીને મોકલાવેલો નગ્ન વિડીયો પ્રેમીના મિત્રએ વાઇરલ કરવાની ધમકી આપી I Miss You નો મેસેજ મોકલાવી પોતાની સાથે સબંધ રાખવા મજબુર કરવાની ઘટના બની છે. જે બાબતે પરિણીતાએ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સુરતના મોટા વરાછા વિસ્તારની પરિણીતાને ભૂતકાળમાં પ્રશાંત માંગુકીયા નામના વ્યક્તિ સાથે પ્રેમસબંધ હતો. પ્રેમસબંધ દરમિયાન પ્રશાંતના કહેવાથી પરિણીતાએ પોતાનો નગ્ન વીડિયો વ્હોટ્સ અપ પર મોકલાવ્યો હતો. પરંતુ ત્યાર બાદ પ્રશાંત અને પરિણીતાએ સંમતિથી પ્રેમ સંબંધ તોડી દીધો હતો.
આ પણ જુઓ : ઇઝરાયેલે ઇરાનમાં ઘુસીને અલ કાયદાના નેતા અલ મસરીને ઠાર કર્યો
ત્યારબાદ પ્રશાંતના મિત્ર નિશાંત વેકરીયાએ પરિણીતાને મેસેજ કર્યો હતો કે તારા બધા વિડીયો મારી પાસે આવી ગયા છે અને હું ડિલીટ કરી દઇશ પરંતુ તેને વિડિઓ ડિલીટ કર્યા ન હતા. ત્યારબાદ પરીણિતાને આઇ મીસ યુ નો મેસેજ કરી પરિણીતા સાથે સબંધ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પરિણીતાએ ઇન્કાર કરતા વિડિઓ વાઇરલ કરવાની ધમકી આપી હતી.
જેથી પરિણીતાએ ગત રાત્રે પૂર્વ પ્રેમી પ્રશાંત માંગુકીયા અને તેના મિત્ર નિશાંત વેકરીયા વિરૂધ્ધ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.