Celebration of Dr Baba Saheb Ambedkars 66th Mahanirvan Day
  • સૌ પ્રથમવાર એસ એસ ડી દ્વારા પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું..

ભારતના બંધારણના શિલ્પી, મહામાનવ ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના ૬૬ માં મહા પરિનિર્વાણ દિવસની ઉજવણી ના ઉપલક્ષ્યમાં તા. ૬ઠ્ઠી ડિસેમ્બર સોમવાર ના રોજ પાટણ ખાતે વિવિધ રાજકીય પક્ષો સહિત વિવિધ સંસ્થા, મંડળો અને વ્યક્તિઓ દ્વારા ભારતરત્ન ડૉ. આંબેડકરની બગવાડા દરવાજા સ્થિત પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી.

આ પ્રસંગે સ્વયં સૈનિક દળ (એસએસડી) ના ઉપક્રમે પ્રથમવાર પાટણમાં લીલી વાડી હાઈવે થી બગવાડા દરવાજા સુધી ની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે પદયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી બગવાડા દરવાજા ખાતે વિશાળ સંખ્યામાં આવી પહોંચી હતી જ્યાં ડો. બાબાસાહેબ આંબેડકરનો જય જય કાર કરી તેઓની પ્રતિમા ને સલામી સાથે પુષ્પાંજલિ સાદર કરી ડો.બાબા સાહેબ આંબેડકરના ૬૬ માં મહા પરિનિવૉણ દિનની ઉજવણી ને યાદગાર બનાવવા માં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024