અમદાવાદ: એવી પાંચ જગ્યા કે જ્યાં પ્રેમી પંખીડાઓ ગુટરગૂં કરવા દોડી આવે છે!

  • આમ તો, અમદાવાદમાં પ્રેમી પંખીડાઓ માટે પૂરતી કોઈપણ એવી જગ્યા નથી કે જ્યાં લવર્સ એકબીજાને મળી શકે અને સાથે બેસીને એકાંતની પળો માણી શકે. પરંતુ પ્રેમી પંખીડાઓએ એ જગ્યાઓ જરુરથી શોધી કાઢી છે, જ્યાં બેસીને એકાંતની પળો માણી શકાય. આવી જગ્યાઓમાં અમદાવાદનો સાબરમતી રિવરફ્રન્ટ, કાંકરિયા તળાવ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવાયેલા ગાર્ડન્સ, અમદાવાદની ફરતે બનેલો રિંગ રોડ અને અમદાવાદ નજીક ગાંધીનગરમાં આવેલ સરીતા ઉદ્યાનનો સમાવેસ થાય છે.
  • રિવરફ્રન્ટ :
  • આ જગ્યાઓ લવર્સ માટે હોટ ફેવરીટ બની છે. સાબરમતી રિવરફ્રન્ટ સરકાર દ્વારા અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના કિનારે કરોડો રુપિયાના ખર્ચે રિવરફ્રન્ટ તૈયાર કરાયો છે. 22 કિલોમીટર પથરાયેલો સાબરમતી રિવરફ્રન્ટ શહેરજનો માટે હરવા ફરવાના સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યો છે. પરંતુ હાલમાં રિવરફ્રન્ટ પ્રેમીપંખીડાઓ માટે સ્વર્ગ સમાન બન્યો છે. અને એટલે જ સાબરમતી રિવરફ્રન્ટ અમદવાદમાં લવર્સ પોઈન્ટ તરીકે ફેમસ થયો છે. સામાન્ય રીતે કપલ્સ એવું ઈચ્છતા હોય છે કે એવી શાંત જગ્યા કે જ્યાં કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ ના હોય. જ્યાં કોઈ તેમને મળતા રોકે નહીં અને તે જગ્યામાં અમદાવાદનો રિવરફ્રન્ટ  તમામ રીતે ફીટ બેસે છે. અને એટલે જ શિયાળો હોય, ઉનાળો હોય કે પછી ચોમાસું, અહીં સવાર પડતાની સાથે પ્રેમીપંખીડાઓ  બેઠેલા હોય છે.
  • કાંકરિયા તળાવ :
  • અમદાવાદમાં રિવરફ્રન્ટ સિવાય અન્ય એક જગ્યા છે કરોડો રુપિયાના ખર્ચે ડેવલપ થયેલુ કાંકરિયા તળાવ. આ જગ્યા પણ તહેવારોના દિવસો અને વીક એન્ડ સિવાય લોકોની અવરજવર ખૂબ ઓછી હોય છે. અહીં હોય છે તો માત્ર શાંત અને રમણીય વાતાવરણ અને પક્ષીઓનો કોલાહલ. આ જગ્યા પણ પ્રેમી પંખીડાઓએ એકાંતની પળ માણવા માટેની જગ્યા બનાવી દીધી છે.
  • અમદાવાદના ગાર્ડન્સ :
  • પ્રેમી પંખીડાઓએ મળવા માટે અન્ય એક જગ્યા શોધી કાઢી છે. આ જગ્યા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લાખો રુપિયાના ખર્ચે બનાવેલા ગાર્ડન્સ છે. જેમાં લૉ ગાર્ડન, પરિમલ ગાર્ડન, પ્રહલાદનગર ગાર્ડન, પ્રગતિનગર ગાર્ડન જેવા ઘણા ગાર્ડન્સ છે. અહીં સવાર અને સાંજ સિવાય લોકોની ભીડ ઓછી હોય છે. સવારે મોર્નિંગ વોકર્સ અને સાંજે ઈવનીંગ વોકર્સ કે સિનિયર સિટિજન્સ ગાર્ડન્સમાં આવતા હોય છે.
  • અમદાવાદ નજીક સરિતા ઉદ્યાન : સરીતા ઉદ્યાન આમ તો ગાંધીનગરમાં આવે છે. પરંતુ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે હવે અંતર રહ્યું નથી. એટલે જ પ્રેમીપંખીડાઓ ગાંધીનગરના સુમસામ રસ્તાઓ પર તો જોવા મળતા જ હોય છે પરંતુ તેનાથી પણ વધુ ગાંધીનગરનું સરિતા ઉદ્યાન લવર્સ માટે પસંદગીનું સ્થળ બન્યુ છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here