કાંકરેજ તાલુકાના ખારીયા વિસ્તારમાં આવેલ ઓઢાસીમમાં ખેતરમાં દીપડા ના પગનાં નિશાન જોવા મળતાં લોકોમાં ફફડાટ.
ખારિયા ની સીમામાં દીપડાની દહેશત જોવા મળી.
વન વિભાગના અધિકારીઓ ને પગના નિશાન જોવા મળતાં જ ફોટા મોકલી આપી ને જાણ કરવામાં આવી હતી.
જોકે હજુ સુધી વન વિભાગના કર્મચારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.