સ્વાસ્થ્ય ને લગતી દરેક સમસ્યાઓ માટે દાદીમા ના ૨૦ સરળ ઘરેલુ નુસ્ખા
આજે કોઈ પણ ઘરમાં નાની-મોટી બીમારી ઓ રહે છે. જો આ બિમાંરી માટે ડોકટર પાસે જઈએ તો આપણું ખીચ્ચું ખાલી થઈ જાય છે અને કોઈ ફેર પણ નથી પડતો. એના કરતાં દાદીમાના પ્રાચીન નુસખાઓ અપનાવીશું તો સચોટ અને ઝડપી ઈલાજ મળી રહે છે.
તો ચાલો જાણીએ આવા ઘણા બધા દાદીના નુસખા.
ઉધરસ માટે સવારની ચા માં થોડો ફૂદીનો અને અજમાના પાન નાંખી ઉકાળીને પીવો.
નિયમિત માસિક માટે તુલસીના બીજનો ઉકાળો બનાવીને પીવો.
જે લોકોને ગેસ નો પ્રોબ્લેમ હોય તેને જમીને રોજ એક ગ્લાસ ગરમ પાણી પીવું જોઈએ.
શરદી માટે લસણ અને અજમાને સરસવના તેલમાં પકાવો, અને આ તેલની માલિશ દરરોજ કરો.
દાઝેલા ભાગપર આંબાના પાનની ભસ્મ બનાવી ને લગાવવાથી રાહત મળે છે.
વારંવાર આવતી હેડકી માટે ફુદીનાના પાન ચૂસવામાં આવે કે પછી મોઢામાં રાખી ચાવવામાં આવે તો હેડકી માં રાહત મળે છે.
આંખનું તેજ વધારવા માટે ગાયના દૂધ માં આમળાના ચૂર્ણ નાખી નિયમિત સેવન કરો.
માથાનો દુ:ખાવો દૂર કરવા માટે તેજપત્રને વાટીને માથા પર લેપ કરો.
અનિદ્રા ના પ્રોબ્લેમ માટે ભેંસના દૂધમાં સાકર સાથે એલચી મેળવી ગરમાગરમ દૂધ પીવો.
જે લોકોને ઝાડા નો પ્રોબ્લેમ છે તે રોજ એક ચમચી સૂંઠનું ચુર્ણ ફાકો.
ઊલટી માટે જ્યારે એમ લાગે કે ઉલટી થશે તે સમયે તમારા મોમાં અજમો રાખો.
એસીડીટી ના પ્રોબ્લેમ માટે મધ, કાળી દ્રાક્ષ અને આમળાનો રસ મિક્સ કરી તેનું સેવન કરો.
ડાયાબિટીસ ના પ્રોબ્લેમ માટે નિયમિત રીતે કારેલાનો રસ પીવો જોઈએ.
અવાજ બેસી ગયો હોય ત્યારે સાકર માં કાળા મરીનું ચૂર્ણ નાખી ગરમ દૂધ સાથે પીવો.
પેશાબની બળતરા માટે ગોળ માં આમળાંનું ચૂર્ણ નાખી ને નાની નાની ગોળીઓ બનાવી ખાઓ.
જે લોકોને તાવ આવતો હોય તેને અજમો, તુલસીના પાન અને સૂંઠનું ચૂર્ણ બનાવી આ મિશ્રન ને મધ માં નાખીને પીવાથી ફાયદો થાય છે.
જેણે વજન ઘટાડવો હોય તે લોકોએ નિયમિત એક ચમચી તલનું તેલ પીવું જોઈએ.
કિડનીના રોગો દૂર કરવા માટે સફરજનનો રસ પીવો જોઈએ.
જે લોકોને કોઢ છે તેને કારેલાના રસ નું નિયમિત સેવન કરવું જોઈએ.
આંતરડાનાં ચાંદાં દૂર કરવા માટે કોબીજનો રસ પીવો જોઈએ.